૬ અધિકારી સસ્પેન્ડ,તેમને આરોપી બનાવો

  • May 27, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ઈતિહાસમાં કઠોર માનવીના હૈયા હચમચાવી મુકે તેવા ટીઆરપી ગેમ ઝોનના અિકાંડમાં ૩૦થી વધુ માનવ જીંદગીઓ હોમાયાની સરકારી બાબુઓની બેદરકારીભરી આ દુર્ઘટનામાં સફાળી જાગેલી રાય સરકારે તાત્કાલીક ધોરણે રાજકોટ મહાપાલિકા, રાજકોટ માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેર પોલીસના બે અધિકારી મળી ૬ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સીટના પ્રાથમીક રીપોર્ટના આધારે રાજકોટ મહાપાલિકાના આસિ. ટાઉન પ્લાનર ગૌતમ જોષી, બાંધકામ ઈજનેર જયદીપ ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેર એમ.આર.સુમા, પારસ કોઠીયા તથા રાજકોટ શહેર પોલીસના બે પોલીસ ઈન્સ્પેકટર વી.આર.પટેલ તેમજ એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરી દેવાયા છે.
સીટની તપાસમાં પ્રાથમીક તબકકે આ પાંચેય અધિકારીઓ બેદરકાર રહ્યાનું ખુલ્યું છે. સસ્પેન્શનના પગલા તો લેવાયા સાથે એવા સવાલો ઉઠી રહ્યા છે કે અગાઉ પણ આવા કાંડોનો સરકારી બાબુઓ પર માત્રને માત્ર સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહીઓ સીમીત બની રહી હતી. ખરેખર તો જો આ બધા ફરજ બેદરકાર કે મોતના તાંડવો ચલાવવા દેવા માટે આખં આડા કાન કરનારા હોય તો તેઓને પણ સંચાલકોની માફક આરોપી બનાવીને ગુનાઓેમાં  લેવા જોઈએ અને ડીસમીસ કે ધરપકડ સુધીની કાર્યવાહી થવી જોઈએ

PI વી.આર.પટેલ : ગેમ ઝોનની તરફેણમાં આભિપ્રાય આપ્યો
શું હતી જવાબદારી?

અરજી ચકાસવાની, માગ્યા મુજબના ડોકયુમેન્ટ હતા કે નહી? સ્થળ પર જઈને સ્ટ્રકચર સહિતની વસ્તુઓ વેરિફાઈ કરવી.
સીટે શું કહ્યું?
ફાયર કે પીજીવીસીએલના એનઓસી વિના લાયસન્સ આપવા પોઝિટીવ અભિપ્રાય આપ્યો


PI એ.આઈ.રાઠોડ : કોઈ જાતની તપાસ જ ન કરી
શું હતી જવાબદારી?

લાયસન્સ માટે આવતી અરજીઓમાં જરૂરી ડોકયુમેન્ટ ચકાસવા તથા ઘટતાં ડોકયુમેન્ટ મેળવવાના હોય છે."
સીટે શું કહ્યું?
ટેબલ કલાર્ક દ્રારા મુકાયેલા નોટિંગ પર કોઈ તપાસ કર્યા વિના ફાઈલ રજુ કરી દીધી


ગૌતમ જોશી : મંજૂરી ન હોવા છતાં કાર્યવાહી ન કરી
શું હતી જવાબદારી?

ગેમ ઝોનના વિસ્તારમાં સુપરવિઝન અને નિયંત્રણ તેમની જવાબદારીના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.
સીટે શું કહ્યું?
ગેમિંગ ઝોન મંજુરી વિના લાંબા સમયથી ચાલતુ હોવા છતાં કોઈ કાર્યવાહી કરી નહીં


જયદિપ ચૌધરી :  ગેમ ઝોન ચાલતો હોવા છતાં આંખ આડા કાન
શું હતી જવાબદારી?

ગેમ ઝોનના વિસ્તારમાં સુપરવિઝન અને નિયંત્રણ તેમની જવાબદારીના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.
સીટે શું કહ્યું?
ગેમિંગ ઝોન મંજુરી વિના લાંબા સમયથી ચાલતુ હોવા છતાં કોઈ કાર્યવાહી કરી નહીં


પારસ કોઠીયા : સ્થળ મુલાકાત લીધા વિના કાર્યવાહી કરી
શું હતી જવાબદારી?

મંજુરી પહેલાં સાઈટ વિઝિટ કરી ક્ષતિઓ બાબતે અહેવાલ આપવો અને પુર્તતા કરાવવી.
સીટે શું કહ્યું?
સ્થળ મુલાકાત ન લીધી, કોઈ કાર્યવાહી ન કરી, કાગળ પર જ કાર્યવાહી કરી

એ.આર.સુમા : ખરાઈ કર્યા વિના પ્લાનનો રિપોર્ટ
શું હતી જવાબદારી?

યાંત્રિક અને સિવિલ વિભાગ બાબતે તપાસ કરી અભિપ્રાય આપવાનો હોય છે.
સીટે શું કહ્યું?
પ્લાનની કોઈપણ જાતની ખરાઈ કર્યા વિના પ્રાથમિક બાંધકામ કરવાની શરતે રિપોર્ટ આપ્યો


ટીપીઓ, ફાયર ઓફિસર પણ એટલા જ જવાબદાર
રાજકોટના વેસ્ટ ઝોનમાં કાલાવડ રોડ અને નાના મવા રોડને જોડતા વૃંદાવન સોસાયટી મેઇન રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે બનેલી આગની ગોઝારી દુર્ઘટનામાં નવ બાળકો સહિત ૨૮થી વધુ મૃત્યુ થતા તેમજ અનેક ગંભીર ઇજાગ્રસ્ત થતા હવે તપાસનો ધમધમાટ શ થયો છે. ટીઆરપી ગેમ ઝોન માટે રાજકોટ મહાપાલિકા તંત્રની મંજૂરી લેવાઇ હોય કે ન લેવાય હોય આ અિકાંડ માટે જવાબદારી તો મહાપાલિકા તંત્રની જ બને અને મ્યુનિસિપલ કમિશનર, ટાઉન પ્લાનિંગ ઓફિસર તેમજ ચીફ ફાયર ઓફિસરની સીધી જવાબદારી ફિકસ થાય છે, મહાપાલિકા તત્રં અને આ અધિકારીઓની જ બેદરકારીને કારણે નિર્દેાષ લોકોએ જીવ ગુમાવ્યો છે તેમ કહેવામાં અતિશયોકિત નથી.રાજકોટ મહાપાલિકા તંત્રના વડા તરીકે અિકાંડ માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની તો સૌપ્રથમ જવાબદારી ગણાય. રાજકોટ જેવા મહાનગરમાં ફાયર એનઓસી કે મંજૂરી વિના જ ત્રણ–ચાર વર્ષથી આવડો મોટો ગેમઝોન ચાલતો હતો, હજારોલોકો ત્યાં જતા આવતા હતા, ફકત રાજકોટના શહેરીજનો જ નહીં પરંતુ બહારગામથી પણ લોકો ત્યાં આવતા જતા હતા છતાં મહાપાલિકા તંત્રને કઇં ખબર જ ન હોય તેવું તો કેમ બને? આ વાત કોઇને ગળે ન ઉતરે તેવી છે. ખાસ કરીને આટલી મોટી દુર્ઘટના બની છતાં મહાપાલિકાના તંત્રવાહકોના મોઢામાં જાણે મગ ભર્યા હોય તેમ એક શબ્દ સુધ્ધાં ઉચ્ચાર્યેા નથી અને ફકત બચાવકાર્ય ચાલુ છે અને તપાસ ચાલુ છે તેવું જ ગાણું શનિવારથી આજે સોમવાર સુધી સતત છેલ્લા ૭૨ કલાકથી ગાઇ રહ્યા છે. શું ટીપી બ્રાન્ચ કે ફાયર બ્રિગેડ બ્રાન્ચની મંજૂરી વિના ધમધમતા આવડા મોટા ગેમઝોન માટે વહીવટી વડાની કોઇ જવાબદારી ન ગણાય ? શહેરમાં મ્યુનિસિપલ બેદરકારીને કારણે બનતી કોઇ પણ દુર્ઘટના માટે મહાપાલિકાના વડા તરીકે મ્યુ.કમિશનર જ જવાબદાર ગણાય.

રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં ગેમઝોન શ કરવા માટે મહાપાલિકાના બે વિભાગોની નિયમાનુસાર મંજૂરી લેવી પડે જેમાં સૌપ્રથમ આવે છે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ. ટીપી બ્રાન્ચમાં બાંધકામ પ્લાન રજૂ કર્યા વિના કે ત્યાંથી ટાઉન પ્લાનિંગ ઓફિસર કે એટીપી પાસેથી બાંધકામ પરવાનગી મેળવ્યા વિના શહેરમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ કરી શકાય નહીં, તદઉપરાંત બાંધકામ પૂર્ણ થયે યાં સુધી ટાઉન પ્લાનિંગ ઓફિસર તરફથી બીયુપી મતલબ કે કમ્પ્લીશન સર્ટિફિકેટ અપાય નહીં ત્યાં સુધી તે બાંધકામનો વપરાશ પણ શ કરી શકાય નહીં. જો આ પ્રક્રિયા અનુસર્યા વિના કોઈ બાંધકામ થાય કે તેવા બાંધકામનો વપરાશ થાય તો તે નિયમ મુજબ ગેરકાનૂની બાંધકામ કહેવાય. અહીં સવાલ એ છે કે શું ટીઆરપી ગેમ ઝોન જેવો વિશાળ ગેમ ઝોન કોઇ વિસ્તારમાં ત્રણ–ચાર વર્ષથી ધમધમતો હોય ત્યારે ત્યાં મંજુરી લઇને કે પછી મંજૂરી વિના બાંધકામ કરાયું છે કે કેમ ? તેની કયારેય કોઇ તપાસ જ ન થાય ? શું ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની કામગીરી ફકત નવા બિલ્ડીંગ પ્લાન મંજુર કરી કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની જ છે ? શહેરમાં આવા કોઈ ગેમઝોન ધમધમતા હોય તો ત્યાં જઈને ચેકિંગ કરવાની ટીપીઓ કે સંબંધિત સ્ટાફની જવાબદારી નથી ? મિલીભગત, વહીવટી બાબતો, ભલામણબાજી અને પ્રસાદી માટે જાણીતા ટીપી સ્ટાફની સ્થળ ઉપર જઇને ચેકિંગ નહીં કરવાની ગંભીર બેદરકારીને કારણે ટીઆરપી ગેમ ઝોનમાં અિકાંડ ખેલાયો. ટીપીઓ કે ટીપી સ્ટાફએ કયારેય સ્થળ ઉપર જઇને ચેકિંગ કયુ હોત કે આ ટીઆરપી ગેમઝોનનો માંચડો કઇ રીતે બનાવ્યો છે, સ્ટ્રકચર શાના ઉપર ઉભું છે તો આવો અિકાંડ સર્જાયો ન હોત. આ મામલે ફરજમાં બેદરકારી દાખવનાર તમામની ઉંડી તપાસ થવી જોઇએ. શહેરમાં સામાન્ય નાગરિક પોતાને રહેવા માટે પરસેવાના પૈસેથી ઘર બનાવતો હોય અને થોડુંક પણ પ્લાન વિધ્ધ બાંધકામ હોય નોટિસો ફટકારતી અને ડિમોલિશન માટે બુલડોઝર દોડાવતી ટીપી બ્રાન્ચ આ ગેમઝોનમાં કેમ કયારેય ચેકિંગ કરવા ગઇ નહીં ? અહીં કેમ કયારેય નોટિસ આપી નહીં ? અહીં કેમ કયારેય ડિમોલિશનનો વિચાર સુધ્ધા ન કર્યેા ? આ બાબત અનેક શંકાઓ ઉપજાવે છે







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application