જામનગરમાં પાના ટીંચતી 4 મહિલા સહિત 6ની અટકાયત

  • July 16, 2024 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાણાખાણમાં પોલીસ પ્રગટી : 20 હજારની મતા અને ગંજીપતા કબ્જે


જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા 4 મહિલા સહિત 6ની કુલ 20 હજારના મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.


ગોકુલનગર પાણાખાણ પાનવાળી શેરીમાં કેટલાક સ્ત્રી, પુષો જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમે છે એવી બાતમીના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડયો હતો, દરોડા દરમ્યાન તિનપતીનો જુગાર રમતી મયુરનગર પ્રજાપતીની વાડી પાછળ રહેતા જોશનાબેન ભુપત ગુજરાતી, રસીલાબેન કિશોર મકવાણા, માતીનગર સોસાયટીના સુનીતાબેન મોહન મકવાણા, સોહમનગરના કાજલબેન રાજુ મકવાણા, મયુરનગર મઢુલી પાસે રહેતા સંજય કિશોર મકવાણા અને શિવનગર પાછળ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા વિજય ભીખુ ઠકરાણીની અટકાયત કરવામાં આવી હતી.


પોલીસ દ્વારા દરોડા દરમ્યાન રોકડા 20500 અને ગંજીપતા કબ્જે કરી તમામની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application