સ્ટાફના અભાવે એન્જિનિરિંગ કોલેજોમાં 56 ટકા સીટ ખાલી

  • March 30, 2023 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ડેટામાં જાણવા મળ્યું છે કે, સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં ખાલી બેઠકોનું પ્રમાણ 2021-22માં 31 ટકા હતી. જે વધીને 2022-23માં લગભગ 50 ટકા થઈ ગઈ છે. એવું પણ બહાર આવ્યું કે સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓમાં 50 ટકા બેઠકો ખાલી હોવા છતાં 2022-23માં આવી 3049 વધુ બેઠકો ઉમેરવામાં આવી હતી. લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર, 2023 સુધીમાં રાજ્યમાં એન્જિનિયરિંગની 69,410 બેઠકો છે. જેમાંથી 57,999 સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં, 9839 સરકારી કોલેજોમાં અને 1572 ગ્રાન્ટ ઈન કોલેજોમાં છે.


ગત વર્ષની સરખામણીએ 2022-23માં સરકારી કોલેજોમાં બેઠકોની સંખ્યામાં 753નો વધારો થયો છે. આંકડા જોતા જાણવા મળે છે કે 2021-22માં સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં 65,608 બેઠકો હતી, જેમાં 47 ટકા અથવા 30829 બેઠકો ખાલી હતી. 2022-23માં એન્જિનિયરિંગની કુલ 69410 બેઠકોમાંથી 56.7 ટકા અથવા 39,360 બેઠકો ખાલી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ખાલી બેઠકોની સંખ્યામાં 8531નો વધારો થયો છે. જ્યારે વર્ષમાં 3802 બેઠકોનો ઉમેરો થયો છે. એલડી એન્જિનિયરિંગ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટેની પ્રવેશ સમિતિના ભૂતપૂર્વ સભ્ય સચિ એમ.એન. પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીોને સસ્તુ શિક્ષણ આપવા માટે સરકારે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં સીટો 550થી વધારીને 1040 કરી છે. આનાથી રબર, પ્લાસ્ટિક અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ જેવી ઘણી શાખાઓમાં સીટો ખાલી રહી ગઈ છે.

એલડીમાં એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની સીટો ખાલી હોય તો કોઈ પણ વિદ્યાર્થી ભૂજની સરકારી કોલેજમાં એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ માટે જવાનું પસંદ કરશે નહીં. ઉપરાંત પ્લેસમેન્ટ અને ટિચિંગ સ્ટાફનો અભાવ વિદ્યાર્થીઓને સરકારી કોલેજોથી દૂર રાખે છે.
સોમનાથના ધારાસબ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે 31 ડિસેમ્બર, 2022ના રોજ રાજ્યમાં 16108 માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની બેઠકોમાંથી ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો અને એસએફઆઈએસમાં લગભગ 4538 બેઠકો અથવા 28 ટકા ખાલી હતી. રાજ્યમાં એક પણ સરકારી એમબીએ કોલેજ નથી. 2021-22માં એમબીએની 13,452 સીટોમાંથી 3391 કે 25 ટકા સીટો ખાલી હતી. 2022-23માં ગ્રાન્ટ ઈન એઈડ અને એસએફઆઈ કોલેજોમાં 6392 માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન સીટો હતો. જેમાંથી 2355 સીટો કે 36.8 ટકા ખાલી હતી. 2021-22માં આવી 6023 સીટોમાંથી 3039 કે 51.4 ટકા સીટો ખાલી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application