વિધાર્થિનીઓને મફતમાં સાયકલની ૫૩૦૦ અરજી, ૫૧૦૨ મંજૂર: આપી એક પણ નહીં

  • November 07, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરસ્વતી સાધના યોજના અંતર્ગત સરકારી શાળામાં ધોરણ નવ માં અભ્યાસ કરતી વિકસતી જાતિની વિધાર્થીનીઓને સરકાર દ્રારા મફતમાં સાઇકલ આપવામાં આવે છે. ગયા વર્ષે શૈક્ષણિક વર્ષ દરમિયાન રાજકોટ જિલ્લા સહિત રાયભરમાં આવી એક પણ સાયકલનું વિતરણ થયું નથી. ચાલુ વર્ષે અડધી ટર્મ પૂરી થઈ ગઈ છે અને આમ છતા હજુ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું નથી. જયારે વિધાર્થીનીઓ અને વાલીઓ આ સંદર્ભે પૂછપરછ કરે છે ત્યારે અત્યારે સાયકલોનું ઇન્સ્પેકશન ચાલુ છે અને તે પૂં થયા પછી વિતરણ કરવામાં આવશે તેવા જવાબો આપવામાં આવે છે.
રાજકોટ જિલ્લામાં આ માટે વિકસતી જાતિની કચેરીના નાયબ નિયામકની ઓફિસ દ્રારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પ્રાથમિક ઇન્ડેન્ટ મુજબ રાજકોટ જિલ્લામાં ૫,૩૦૦ સાયકલોની માગણી કરવામાં આવી છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પણ ઓનલાઇન શાળાઓ દ્રારા મળેલી દરખાસ્ત મુજબ ૫૧૦૨ સાયકલની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી એક પણ સાયકલ ફાળવવામાં આવી નથી.
સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા મુજબ ગયા વખતે કાટ ખાઈ ગયેલી સાયકલો સરકારને પધરાવી દીધા બાદ મોટો હોબાળો થયો હતો અને વિતરણ અટકાવી દેવાયું હતું. આ વખતે ગ્રીમકો નામની એજન્સીને સાયકલની ચકાસણીની જવાબદારી સોપવામાં આવી છે. ચકાસણીમાં પાસ થયા પછી આવી સાયકલોમાં હોલમાર્ક લગાડી એજન્સી દ્રારા વિકસતી જાતિની કચેરી ને સોપવામાં આવે છે અને ત્યારબાદ આ કચેરી દ્રારા શાળાઓમાં ધોરણ નવ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓને તેનું વિતરણ કરવામાં આવે છે.
ગ્રીમકો દ્રારા સાયકલ પાટર્સનું પ્રી ડિસ્પેચ ઇન્સ્પેકશન લુધિયાણા ખાતેના આરએનડી સેન્ટરમાં ચાલી રહ્યું છે. તેનો રિપોર્ટ ઓકે મળ્યા પછી કંપની દ્રારા ગુજરાતમાં સાયકલ સપ્લાય શ કરવામાં આવશે.
સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૩–૨૪ ની સાયકલ જે તે એજન્સી દ્રારા કચેરીને ફાળવવામાં આવી નથી. સાઇકલોનો કબજો એજન્સી હસ્તક હોવાથી બીડમાં રાખેલી શરતો મુજબ ઇન્સ્પેકશનની કામગીરી પૂરી થયા પછી એજન્સી દ્રારા સાયકલો નો કબજો કચેરીને સોંપવામાં આવશે અને બાદમાં કચેરી મારફત સાયકલ વિતરણ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૪– ૨૫ ની વિધાર્થીઓની સાયકલોની દરખાસ્ત મારફતે મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News