આગામી ૨૦૨૫ વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં આઈએએસ અને આઇપીએસ અધિકારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે એક બાજુ અધિકારીઓની ખેંચ અને બીજી બાજુ અધિકારીઓનું દિલ્હી ડેપ્યુટેશનના પરિણામે સ્થાનિક કક્ષાએ વહીવટી તત્રં અધિકારીઓના અભાવે ખોડંગાઈ રહ્યું છે.પરિણામે એક અધિકારી પાસે એક થી વધુ ચાર્જ રહે છે.ગુજરાતમાં ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઇએએસ)ના અધિકારીઓની ૫૩ યારે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (આઇએફએસ)ના અધિકારીઓની ૫૫ જગ્યા ખાલી છે. આઇપીએસમાં મંજૂર કરાયેલી ૨૦૮ જગ્યા સામે ૧૯૪ અધિકારી ફરજ પર કાર્યરત છે.
આ અંગે પ્રા માહિતી અનુસાર ગુજરાતમાં આઇએએસ અધિકારીઓની ૩૧૩ જગ્યા મંજૂર કરવામાં આવી છે. આ પૈકી ૧જાન્યુઆરી ૨૦૨૪ની સ્થિતિએ ૨૬૦ અધિકારીઓ ફરજ પર કાર્યરત છે. આ જ રીતે ઇન્ડિયન પોલીસ સર્વિસની મંજૂર કરાયેલી ૨૦૮ જગ્યા સામે ૧૯૪ અધિકારીઓ ફરજમાં છે. આમ,આઇપીએસમાં ૧૪ જેટલી જગ્યા ખાલી છે.ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં મંજૂર કરાયેલી ૧૨૫ જગ્યા સામે ૭૦ જગ્યા ખાલી છે. દેશની વાત કરવામાં આવે તો આઇએએસની ૬૮૫૮ સામે ૫૫૪૨ આઇપીએસમાં ૫૦૫૫ સામે ૪૪૬૯ અને આઇએફએસમાં ૩૧૯૩ સામે ૨૧૫૨ અધિકારીઓ ફ૨જ પ૨ કાર્ય૨ત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech