માધવપુર ગામે ૫૧ બોટલ રક્ત થયું એકત્ર

  • May 12, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતના પાકિસ્તાન સાથેના યુદ્ધની કપરી પરિસ્થિતિમાં પોરબંદર જિલ્લામાં વધુને વધુ રક્તદાન કરવા અપીલ થઈ છે ત્યારે માધવપુર ગામે ૫૧ બોટલ લોહી એકત્ર થયું હતું જ્યારે આશિયાપાટ અને હનુમાનગઢ ના સંયુક્ત રક્તદાન કેમ્પનું આયોજન થતાં ૩૧ બોટલ લોહી એકત્ર થયું હતું.
માધવપુર ઘેડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ 
પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેકટર એસ . ડી.ધાનાણી માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામા આવ્યો હતો.આ બ્લડ ડોનેશન કેમ્પ થકી ૫૧ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં થયું હતું.પ્રવર્તમાન પરિસ્થિતિમાં જો રક્તની જ‚ખરિયાત ઉભી થાય તો સામાન્ય નાગરિકો સહિત કોઈને પણ મુશ્કેલી ન ભોગવવી પડે તેવા શુભ હેતુસર આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં માધવપુર ઘેડ સરપંચ પોરબંદર ટીડીઓ,આરોગ્ય કેન્દ્રના ડો, તથા સ્ટાફ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માધવપુર ઘેડનો સ્ટાફ ,સંજીવની નેચર ફાઉન્ડેશનના પરેશબાપુ અને સભ્યો,માનવતા પરિવારના સભ્યો,અગ્રણી વિકાસભાઈ કરગટીયા તેમજ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકની ટીમ અને બ્લડ બેંક ઇન્ચાર્જ ડો.લીઝાએ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. મેમણ સહિતનો બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થનાર તમામનો આભાર માન્યો હતો.
હનુમાનગઢ અને આશિયાપાટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ
સરહદે દેશના સૈનિકો આજે જીવન અને મરણ ની પરવા કર્યા વગર રક્ષણ માટે ઊભા છે અને પોતાનું લોહી રેડી દેવા તૈયાર છે ત્યારે રાષ્ટ્ર ભક્તિ અને સેવાનો સંગમ જોવા મળયો હનુમાનગઢ અને આશિયાપાટ ગામ સંયુક્ત દેશ ભક્તિ ની મહેક મહેકાવવા માટે ૩૧ જેટલી રક્તબોટલ એકત્રિત કરી અનોખો દેશ પ્રેમ જોવા મળયો અને સમાજ સેવક લીલાભાઇ મોઢવાડીયા પોરબંદર જિલ્લા ના દરેક ગામ ને રક્તદાન કરવા અપીલ કરે છે 
આ કેમ્પ ના આયોજન માં રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ પૂર્વ સામતભાઇ મોઢવાડિયા રાણાવાવ તાલુકા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ ભરતભાઈ આગઠ,લીલાભાઈ મોઢવાડિયા, હનુમાનગઢ પૂર્વ સરપંચ, અરજણભાઈ કારાવદરા આશિયાપાટ પૂર્વ સરપંચ રણમલભાઈ ખુંટી હનુમાનગઢ ઉપસરપંચરામદેભાઈ ખુંટી મુંજાભાઈ ગોઢાણીયા, હાજાભાઈ મોઢવાડીયા તથા હનુમાનગઢ અને આશિયાપાટ ના રક્તદાતા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application