જૂનાગઢમાં આવતીકાલે કડકડતી ઠંડીમાં ગિરનાર સર કરવા ૧૬મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.જેમાં ૯ રાજ્યોમાંથી જુનિયર અને સિનિયર ભાઈઓ-બહેનો મળી ચારેય કેટેગરીમાં ૫૦૬ સ્પર્ધકો વહેલી સવારે ગિરનાર આંબવા દોટ મુકશે. ભાગ લેનાર સ્પર્ધકોને તળપદા કોળી સમાજની વાડી ખાતે ચીપ લગાવેલા ટીશર્ટ અપાયા હતા.આવતીકાલે સવારે સ્પર્ધાને ધારાસભ્ય ,મેયર, કલેકટર, કમિશનર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવશે.
કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લ ા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યુવાઓના સાહસને પડકારતી ૧૬મી રાજ્યકક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આવતીકાલે યોજવામાં આવશે.જેમાં ૯ રાજ્યોમાંથી સિનિયર કેટેગરીમાં ૨૦૯ , જુનિયરમાં ૧૦૯ મળી ૩૧૮ ભાઈઓ, સિનિયર બહેનોમાં ૧૦૧ ,જુનિયરમાં ૮૭ મળી ૧૮૮ બહેનો સહિત ચારેય કેટેગરીમાંથી કુલ ૫૦૬ સ્પર્ધકો કડકડતી ઠંડીમાં ગિરનાર આંબવા દોટ મુકશે.
ભાઈઓ માટે ૫,૫૦૦ પગિથયા અંબાજી મંદિર અને બહેનો માટે ૨,૨૦૦ પગથીયા માળી પરબ સુધી સ્પર્ધા યોજાશે. સ્પર્ધામા ૧૪થી ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લેશે.
સવારે ૭ વાગ્યે ભાઈઓ- બહેનોની ટુકડી ગિરનાર સર કરવા દોટ મુકશે.સ્પર્ધાને મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ,કલેકટર અનિલ રાણાવસ્યા, ,જિલ્લા રમત ગમત અધિકારી ગૌરાંગભાઈ ,જુનાગઢ યુવા વિકાસ અધિકારી નયનાબેન વાળા તથા ઉપસ્થિત મહાનુભવો દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવશે.
સ્પર્ધામાં સ્પર્ધકોને દોડવામાં કોઈ પણ અડચણ ન થાય તે માટે એસપી હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા ના નિદર્શન નીચે વિવિધ વિભાગોના પોલીસ કર્મીઓ ભવનાથ તળેટી થી અંબાજી મંદિર સુધી વિવિધ પોઇન્ટ પર ખડેપગે રહેશે.
સ્પર્ધામાં બે વર્ષથી સિનિયર ભાઈઓમાં જૂનાગઢના લાલા પરમાર પ્રથમ ક્રમે આવી વિજેતા થઈ રહ્યો છે. ગત વર્ષે તેણે ૫૬ મિનિટ ૫૮ સેકન્ડ માં ગિરનાર સર કરી પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો આ ઉપરાંત સિનિયર બહેનોમાં ૩૧.૨૪ મિનિટનો સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું.જુનિયર બહેનોમાં ૩૮.૫૨ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની રંજના યાદવ, જુનિયર ભાઈઓમાં ૧ કલાક ૩૧ સેકન્ડ ના સમય સાથે હરિયાણા ના સાગરભાઇએ પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો.જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે કથેચીયા અસ્મિતા, તૃતીય ક્રમે બંધના યાદવ રહી હતી. જુનિયર બોયઝમાં બીજા ક્રમે મોહમ્મદ શાહીદ, તૃતીય ક્રમે રાહુલભાઈ રહ્યા હતા. આ વર્ષે લાલા પરમાર નવો રેકોર્ડ બનાવશે કે અન્ય રાજ્યના સ્પર્ધકો મેદાન મારશે તે અંગે મીટ મંડાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય રાજ્યોના સ્પર્ધકો છેલ્લા ૨૦ દિવસથી સ્પર્ધા ને લઈ તૈયારીઓ કરી રહ્યા છે જેથી આ વર્ષે ગુજરાત મેદાન મારશે કે અન્ય રાજ્ય ના ખેલાડીઓ વિજેતા થશે તે આવતીકાલ બપોર સુધીમાં ખ્યાલ આવી જશે.
ઇનામની રકમમાં ચાર ગણો વધારો
સ્પર્ધાના અંતે ભવનાથ તળેટીમાં આવેલ તળપદા કોળી સમાજની વાડી ખાતે મેયર જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લ ા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, સ્થાનિક આગેવાનો ઉપરાંત ઉષા બ્રેકો કંપનીના મેનેજર બેદી સહિતના મહાનુભવોના હસ્તે ચારેય કેટેગરીમાં પ્રથમ દસ વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર, શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ વર્ષે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોની ઇનામી રકમમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે પ્રથમ ક્રમાંકે આવનાર વિજેતાઓને ૧ લાખ દ્વિતીયને ૮૫,૦૦૦,તૃતીયને ૭૦,૦૦૦, ચોથા ક્રમના ૫૫,૦૦૦, પાંચમાં ક્રમાંકને ૪૦,૦૦૦,૬ થી ૧૦ ક્રમાંક આવનાર સ્પર્ધકોને ૨૫,૦૦૦ મળી ચારેય કેટેગરી ના સ્પર્ધકો ને કુલ ૧૯ લાખની રકમ, શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
આજે રાત્રે ૧૨થી રવિવાર બપોરે ૧૨ સુધી પ્રવાસીઓ માટે ગિરનાર ચડવા પ્રતિબંધ
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોને અડચણ ન થાય તે માટે આજે રાત્રે ૧૨ વાગ્યાથી રવિવાર બપોરે ૧૨ વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ગિરનાર ચડવા ઉતરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.હુકમનું ઉલ્લ ંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
૧૨ સીસીટીવી કેમેરા, વાઇફાઇની મદદથી બાજ નજર
ભવનાથ તળેટી મંગલનાથ બાપુના આશ્રમ પાસેથી સ્ટાર્ટિંગ પોઇન્ટ પર સ્પર્ધાનો પ્રારંભ થયાં બાદ સ્પર્ધકો ઉપર નજર રાખી શકાય તે માટે તળેટી વિસ્તારથી અંબાજી મંદિર સુધી ૧૨ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે.સ્પર્ધાના પ્રારંભિક પોઇન્ટ પર એલઇડી સ્ક્રીનમાં વાઇફાઇ અને સીસીટીવી કેમેરા દ્વારા સ્પર્ધકોની ગતિ વિધિ પર નજર રખાશે અને ઉપસ્થિત લોકો પણ તેને નિહાળી શકશે.
મહેન્દ્ર મશરુની આગેવાનીમાં સર્વોદય ટ્રસ્ટની ટીમ ખડે પગે
વર્ષ ૧૯૭૧ સ્પર્ધાના પ્રારંભથી જ સર્વોદય બ્લડ બેન્ક દવા ફંડ ટ્રસ્ટ ના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂની આગેવાની હેઠળ ૪ ટીમ ગિરનાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને મદદરૂપ થવા રાત્રિથી જ વિવિધ પોઇન્ટ પર સેવા માટે રહેશે. પ્રથમ ટીમ ૧૨૦૦, બીજી ૨,૨૦૦ પગથિયેમાળી પરબ, ત્રીજી ટીમ જૈન દેરાસર અને ચોથી ટીમ અંબાજી મંદિર ખાતે સેવા આપશે. દરેક ટીમ સાથે સ્ટ્રેચર, ઓક્સિજન, ગ્લુકોઝ પાવડર, પીપરમેન્ટ, લીંબુ અને આદુના ટુકડા, લીંબુ શરબત, આયોડેક્સ, પેન કિલર સ્પ્રે, પાટા પિંડી, ટીચર, સહિતની ફર્સ્ટ એડ કીટ સાથે મદદ માટે સ્ટેન્ડ બાય રહેશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની તબીબોની ટીમ ના ઓર્થોપેડિક ડો, પેરામેડિકલ સ્ટાફ સહિતની ટીમ અંબાજી મંદિર ,ગૌમુખી ગંગા અને ભવનાથ તળેટી મંગલનાથ બાપુના આશ્રમે સ્ટેન્ડ બાય રહેશે.
સ્પર્ધકોના ટીશર્ટ પર અધ્યતન ચીપ લગાવાઇ
ગિરનાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો ને આપવામાં આવનાર ટીશર્ટમાં ચેસ્ટ નંબરમાં ઓટોમેટીક ચીપ લગાવવામાં આવેલ છે. જેથી સ્પર્ધા દરમિયાન સ્પર્ધકોની અવરજવર અને ગતિવિધિ પર બાજ નજર રાખી શકાશે સ્પર્ધા શરૂ થયાથી પૂર્ણ સુધી ના સમય અંગે ઓટોમેટીક ચીપની મદદથી વિજેતા નક્કી કરાશે. મેરેથોન દોડ ,ઓલમ્પિક ,પોલીસ ભરતી સહિતની સ્પર્ધામાં આ પ્રકારની ચીપ લગાવવામાં આવે છે. અધ્યતન ટેકનોલોજીની મદદથી સંપૂર્ણ સ્પર્ધાનું નિદર્શન કરાશે.યુ.પી.,
યુ.પી., બિહાર, મ.પ્ર. સહિતના હરીફો
રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સૌથી વધુ ગુજરાતના ૨૦૦, બિહારના ૧૦૫, દીવ ના ૮૬, હરિયાણાના ૬૫, ઉત્તર પ્રદેશના ૨૬, મધ્યપ્રદેશના ૧૩, રાજસ્થાનના ૮, દમણના ૨, મહારાષ્ટ્રના ૧ મળી ૫૦૬ સ્પર્ધકો ભાગ લેશે.
આ વર્ષે ૧૩૨ સ્પર્ધકોનો ઘટાડો
૧૬ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગત વર્ષે ૧૩ રાજ્યોના ૬૩૮ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જ્યારે આ વર્ષે ૯ રાજ્યોના ૫૦૬ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવતા આ વર્ષે ચાર રાજ્યના ૧૩૨ સ્પર્ધા કોનો ઘટાડો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech