આટકોટનાં તળાવમાંથી ૫૦૦ માછલીનું રેસ્ક્યુ કરી ભાદર નદીમાં જીવનદાન અપાયું

  • April 26, 2024 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ ગાયત્રી નગરમાં આવેલા તળાવમાં પાણી ખૂટી જતા ૫૦૦ માછલીઓ ભીષણ ગરમીના કારણે મોતને ભેટે એમ હતી ત્યારે આટકોટ ગામના જીવદયાપ્રેમી મુકેશભાઈ વધાસીયા ખોડાભાઇ વધાસીયા કરશનભાઈ બામટાએ આ માછલીને બચાવવા માટે અભીયાન ઉપાડ્યું હતું. દીનેશભાઈ, હીમતભાઈ કુવરીયા, મનાભાઈ કુવરીયા સહીતનાં યુવાનો અને કામધેનુ ગૌશાળાનાં રમેશભાઈ કાનાણીનો તેમજ કરુણા હેલ્પલાઈનના સહયોગી ૫૦૦ માછલીઓનું રેસ્કયુ કરી ભાદર નદીમાં છોડવામાં આવી હતી. 
સતત ચાર દિવસ સુધી અસહ્ય ગરમી વચ્ચે આ કામગીરી હા ધરવામાં આવી હતી. જેમાં ગાયત્રી નગરના યુવા ટીમ સહિત ૨૦ જેટલી યુવા ટીમ આમાં જોડાઈ હતી અને માટીનો ગારો હોવા છતાંય કપડાં બગડી જાય છતાંય પરવા કર્યા વિના કામગીરી કરવામાં લાગી ગયા હતા. તમામ લોકોના સા સહકારી આ માછલીઓને ટ્રેક્ટરમાં પાણી ભરીને તેમાં માછલીઓ નાંખીને ભાદર નદીમાં છોડવામાં આવી હતી જેી આ માછલીઓને નવું જીવન મળી જતાં જીવદયા પ્રેમીઓમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ હતી અને દેવીપુજક સમાજના યુવા ટીમના યુવાનોને જીવ દયા પ્રેમીઓએ આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application