ગુજરાતની બી.જે.મેડિકલ સહિત ૩૮ અને દેશની અંદાજે ૫૦૦થી વધારે મેડિકલ કોલેજોને કમીશન દ્રારા મંજૂરી આપવામાં આવી નથી. એક બાજુ ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટના પરિણામને લઇને થયેલા ભારે વિવાદ બાદ હાલમાં પ્રવેશ પ્રક્રિયા શ કરવામાં આવી છે. પ્રવેશ સમિતિ દ્રારા વિધાર્થીઓને રજિસ્ટ્રેશન માટે સૂચના આપી દેવામાં આવી છે. સામાન્ય રીતે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શ થાય તે દરમિયાન નેશનલ મેડિકલ કમીશન દ્રારા તમામ મેડિકલ કોલેજોને રીન્યુઅલ મંજૂરી આપી દેવામાં આવતી હોય છે.હાલમાં કેન્દ્ર સરકાર દ્રારા ઓલ ઇન્ડિયા કવોટાની એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોટાભાગની મેડિકલ કોલેજોની મંજુરી જ ન મળતાં દ્રિધાભરી સ્થિતિ ઊભી થવા પામી છે.જેનુ મુખ્ય કારણ એનએમસી મા કોલેજની મંજૂરી આપનારા અધિકારીને છૂટા કરવાના કારણે આ સ્થિતી ઉભી થઇ છે.
રાજયમાં ચાલુવર્ષ ૩ નવી મેડિકલ કોલેજોની મંજુરી મળશે તેવી અટકળો છેલ્લ ા કેટલાય સમયથી ચાલી રહી છે. જોકે, નવી કોલેજોની મંજૂરી તો હજુસુધી આવી નથી. પરંતુ જે કોલેજોની દરવર્ષે રીન્યુઅલ મંજૂરી આપવામાં આવતી હોય છે તે પ્રક્રિયા પણ પુરી થઈ નથી. બીજીબાજુ કેન્દ્ર સરકાર દ્રારા મેડિકલમાં પહેલા રાઉન્ડમાં પ્રવેશ માટે જાહેર કરેલા શીડુલમાં ૨૧મીથી ૨૯મી ઓગસ્ટ સુધીમાં વિધાર્થીઓને પ્રવેશ ફાળવી દેવા તાકીદ કરવામાં આવી છે.
અત્યારે મેડિકલ–ડેન્ટલ સહિતના કોર્સમાં માટે હાલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રહી છે. રાજયમાં અંદાજે હજારથી વધારે વિધાર્થીઓએ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી. કેન્દ્ર સરકાર દ્રારા આગામી ૨૧મીથી ઓગસ્ટ સુધીમાં પહેલા રાઉન્ડમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવા તાકીદ છે.
દેશની મેડિકલ કોલેજેમાં પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા કવોટાની બેઠકો માટે ૧૪મીથી ૨૦મી ઓગસ્ટ સુધી પહેલો રાઉન્ડ શ કરવાનો છે. તા. ૨૦મી બાદ સ્ટેટ કવોટાની બેઠકો ફાળવણી થવાની છે ત્યારે મેડિકલ કોલેજોની મંજુરી ન મળી હોવાથી દ્રિધા ઉભી થઇ છે.નેશનલ મેડિકલ કમીશનમાં કોલેજોની મંજુરી આપ્યાની પ્રક્રિયા જેના હાથમા હતી તે અધિકારીને જ દૂર કરી દેવામાં આવ્યા છે. નવા અધિકારી ચાર્જ સંભાળ્યા બાદ આગળની કાર્યવાહી થાય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.
બીજી બાજુ વિધાર્થીઓને ૫મી સપ્ટેમ્બર સુધીમાં રીપોટિગ કરવા પણ સૂચના આપવામાં આવી છે. સૂત્રો કહે છે કે, હજુ સુધી મેડિકલ કોલેજોની મંજૂરી જ આવી નથી. આ સ્થિતિમાં પ્રવેશ પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પુરી થશે કે કેમ તે પણ પ્રશ્ન છે. માત્ર ગુજરાત નહી અન્ય રાજયોની અનેક મેડિકલ કોલેજોની મંજૂરી બાકી છે. આ સ્થિતિમાં ૫મી સપ્ટેમ્બરે સ્ટેટ કવોટામાં પ્રવેશ લેનારા વિધાર્થીઓને કોલેજ કન્ફર્મ કરવા સૂચના આપવામાં આવી છે.
તા.૧૧મી સપ્ટેમ્બરથી ૨૦મી સપ્ટેમ્બર દરમિયાન સ્ટેટ કવોટા માટે બીજો રાઉન્ડ શ કરી દેવામાં આવશે. બીજા રાઉન્ડ માટે ૨૬મી સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાની સૂચના આપવામાં આવી છે. આમ, કોલેજોની અનિયમિતતાઓ વચ્ચે પ્રવેશનો રાઉન્ડ કેવી રીતે શ કરવો તેની સમસ્યા ઊભી થઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech