મનોવિજ્ઞાનીનું કામ કાઉન્સેલિંગ કરવાનું અને સાચી દિશા બતાવવાનું છે, પણ આવા જ એક મનોવિજ્ઞાનીએ સાચી દિશા બતાવવાનું ભૂલી જઈને ઘણી વિધાર્થિનીઓનું જીવન બરબાદ કરી નાખ્યું છે. આ આંકડો એક કે બે નહીં પણ ૫૦થી વધુનો છે. તેમાં એવી ઘણી વિધાર્થિનીઓનો સમાવેશ થાય છે જેમના પર આ મનોવિજ્ઞાની દ્રારા સગીર વયે બળાત્કાર કરવામાં આવ્યો છે. બાદમાં, તેના લ પછી પણ, તેણે તેના ફોટા બતાવીને બ્લેકમેઇલ કરીને તેના પર બળાત્કાર ચાલુ રાખ્યો હતો.
આ મામલો મહારાષ્ટ્ર્રના નાગપુરનો છે, યાં એક મનોવિજ્ઞાની છેલ્લા ૧૫ વર્ષથી ૫૦થી વધુ વિધાર્થીઓને બ્લેકમેઇલ અને જાતીય શોષણ કરતો હતો. આ મનોવિજ્ઞા રાકેશ ધોકેની ૪૭ વર્ષના છે અને બે પુત્રીઓના પિતા છે. રાકેશ ધોકે ભંડારા અને ગોંદિયા જિલ્લા જેવા ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી વિધાર્થિનીઓ માટે સેશન યોજતો હતો. આ 'કાઉન્સેલિંગ કેમ્પ'ના નામે વિધાર્થીઓ અને વિધાર્થિનીઓને બહાર લઈ જતો અને ગરીબ વિધાર્થિની પર બળાત્કાર ગુજારતો હતો.
આરોપીના દુષ્કર્મ ફકત આટલા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેણે તેના વિસ્તારની ઘણી મહિલાઓની છેડતી પણ કરી છે. તેના સીસીટીવી ફટેજ પણ સામે આવ્યા છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે. આ હરકતોને કારણે મનોવિજ્ઞાનીને રસ્તાની વચ્ચે ઘણી વખત માર મારવામાં આવ્યો હતો. આમ છતાં, રાજેશ ધોકે પોતાની પ્રવૃત્તિઓ બધં ન કરી.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો યારે આરોપીએ એક મહિલાને બ્લેકમેઇલ કરી અને વારંવાર મળવા માટે બોલાવી. અંતે કંટાળીને મહિલાએ પોલીસનો સંપર્ક કર્યેા હતો. પોલીસે આરોપી રાજેશ વિદ્ધ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (પોકસો) અધિનિયમ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ત્રણ અલગ–અલગ કેસ નોંધ્યા છે.
કેસની ગંભીરતાને જોતા, પોલીસે એક એસઆઈટીની રચના પણ કરી છે. પોલીસ પીડિત વિધાર્થિનીઓ અને મહિલાઓને આરોપી રાજેશ ધોકે વિદ્ધ ફરિયાદ નોંધાવવા અપીલ કરી રહી છે. કારણ કે, પોલીસનું પણ માનવું છે કે, આરોપીએ કાઉન્સેલિંગ કેમ્પ યોયો હતો. ઘણી મહિલાઓ અને વિધાર્થિનીઓ આ નરાધમની ૧૫ વર્ષથી ભોગ બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ડોગ બાઇટના માત્ર ૧૪ દિવસમાં રેકોર્ડ બ્રેક ૧૦૦૬ કેસ
January 15, 2025 03:05 PMમકરસંક્રાતિએ દોરીથી ગળું કપાવા, ધાબા પરથી પડી જવાના બનાવમાં બાળક સહીત ત્રણના મોત
January 15, 2025 03:04 PMપોરબંદરના દરિયામાં ઇન્ડિયન નેવીનું ડ્રોન ક્રેશ
January 15, 2025 02:59 PMમ્યુનિ.કમિશનરને મળવા માટે કાલથી રજિસ્ટ્રેશન ફરજિયાત; સાહમાં બે દિ' અરજદારોને મળશે
January 15, 2025 02:57 PM'વિરાટ કોહલીનો સમય પૂરો થઈ ગયો...', ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે આવું શું કામ કહ્યું?
January 15, 2025 02:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech