રાજકોટ જિલ્લાની 50 આંગણવાડીઓનું નવીનીકરણ, વિવિધ થીમ આધારિત કરાયું કલરકામ

  • April 18, 2023 11:38 PM 

ગુજરાત રાજ્યમાં બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે તે પહેલાં તેના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાના હેતુ સાથે જિલ્લાના દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્રની યોજના અમલમાં મૂકાઈ છે. જેમાં પાંચ વર્ષથી નાની વયના બાળકો હોંશભેર આંગણવાડીમાં દાખલ થાય અને ગમ્મત સાથે જ્ઞાન મેળવે તે માટે આંગણવાડી કેન્દ્રોને આકર્ષિત બનાવવા હેતુસર જિલ્લા પંચાયતએ પ્રોજેક્ટ 'સોનેરી બાળપણ' યોજના અમલી કરાઈ છે. 


આંગણવાડીઓમાં વિવિધ થીમ આધારિત કલરકામ

આ પ્રોજેક્ટ હેઠળ નાના ભૂલકાઓ માટે આંગણવાડી કેન્દ્રોના બિલ્ડિંગની ડિઝાઈન અને કલર કામ ઉપર ખાસ ધ્યાન આપીને આકર્ષક બનાવવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાની ૫૦ આંગણવાડીઓમાં રૂ. ૧૫ લાખનું કલરકામ - નવીનીકરણનું કામ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ તાલુકાની ૦૪, ગોંડલ તાલુકાની ૦૯, ઉપલેટા તાલુકાની ૦૪, જેતપુર તાલુકાની ૦૪, ધોરાજી તાલુકાની ૦૪, જામકંડોરણા તાલુકાની ૦૪, પડધરી તાલુકાની ૦૪, કોટડાસાંગાણી તાલુકાની ૦૪, જસદણ તાલુકાની ૦૪ અને વીંછીયા તાલુકાની ૦૪ નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં નાના બાળકોને રૂચી જગાવે તથા શીખવે તેવા ભીતચિત્રો તથા બેઝીક એ.બી.સી.ડી. તથા ક.ખ.ગ.ની સમજ આપે તેવી થીમ આધારિત પેંટીંગ કરવામાં આવી છે. તેમ જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application