ભાવનગર એલસીબીએ શહેરના કુમુદવાડી માંથી યંત્ર પર ઓનલાઈન જુગાર રમી રમાડતા ૫ શખ્સને રોકડ રૂ.૩૭,૩૫૦સહિત કુલ કિં.રૂ.૭૪,૪૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે ભરત નગાભાઇ સોલંકી (રહે.કુમુદવાડી,ભાવનગર) તેના કબ્જા-ભોગવટાની ભાવનગર, કુમુદવાડી, માલધારી સોસાયટી,તક્ષશિલા સ્કુલની સામે આવેલ ખોડિયાર કૃપા કોમ્પ્લેકસમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ દુકાનમાં ઓનેસ્ટ-૨ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારના અખાડા પર પોલીસ અધિક્ષક પાસેથી વોરંટ મેળવી રેઇડ કરી ભરત નગાભાઇ સોલંકી (ઉ.વ.૨૮ ધંધો-વેપાર રહે.હાલ-કુમુદવાડી,ભાવનગર મુળ-વસીંગપુર તા.ઉના જી.ગીર સોમનાથ), કિશોર ઠાકરશીભાઇ બારૈયા (ઉ.વ.૩૨ ધંધો-હિરાકામ રહે.રેલ્વે હોસ્પીટલ પાછળ, રૂખડભાઇની દુકાન પાસે, મેપાનગર, ભાવનગર), ચેતન તુલશીભાઇ ખસીયા (ઉ.વ.૩૮ ધંધો-હિરા ઘસવાનો રહે.મ.નં.૪૦૩, સ્વપન સાકાર, ચોથોમાળ, આખલોલ જકાતનાકા, ભાવનગર), સુર્યપ્રતાપસિંહ વિરપાલસિંહ ચૌહાણ (ઉ.વ.૧૯ ધંધો-પ્રા.નોકરી રહે. રહે.કાવેરી વિંગ મ.નં.૩૦૪, સ્વપન સાકાર,ત્રીજો માળ, આખલોલ જકાતનાકા, ભાવનગર)અને આશિફ મહંમદહુશેન ખોલીયા (ઉ.વ.૩૭ ધંધો-ફ્રુટનીલારી રહે.આંબા ચોક, માળીનો ટેકરો, ભાવનગર)ની ધરપકડ કરી દરોડા દરમ્યાન દિપભાઇ રાઠોડ ફરાર બન્યો હોય સ્થળ પરથી ભારતીય દરના ચલણી નોટો,સિક્કાઓ મળી રોકડ રૂ.૩૭,૩૫૦, એલ.ઇ.ડી. ટેલીવીઝન લખેલ સ્ક્રીન, છઅઙઘઘ લખેલ કિ-બોર્ડ, માઉસ, સી.પી.યુ. અને પાવર કેબલ તથા ન્યુલેન્ડ લખેલ સ્કેનર, ૠઅઈંગજઈઇંઅ લખેલ થર્મલ રીસીપ્ટ પ્રિન્ટર કિ.રૂ.૨૦,૦૦૦, ચાંદી જેવી ધાતુના ૨૩ સિક્કા કિ.રૂ.૦૦, ઇન્ડિયા નોન જયુડી. રૂ.૩૦૦ ના સ્ટેમ્પ ઉપર બારૈયા કાંતીભાઇ મથુરભાઇ તથા બારૈયા કલ્પેશ ધીરૂભાઇ વચ્ચે થયેલ ભાડા કરારની ઝેરોક્ષ, કાગળો કિ.રૂ.૦૦, પ્રિન્ટ કરવા માટેના કાગળના રોલ નંગ-૦૩ કિ.રૂ.૦૦, ૬. ઇંઘગઊજઝ ૨ ઘગકઈંગઊ ખઅછઊંઊઝઈંગૠ ૠજઝઈંગ ગઘ.૨૪ઈઋગઙ ઇ૮૦૦૫ઊ૩ણજવાળી ચીઠ્ઠી નંગ-૦૧ કિ.રૂ.૦૦, અલગ-અલગ લખાણવાળા બેનર નંગ-૦૩ કિ.રૂ.૦૦, અલગ-અલગ કંપનીના ૩ મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૫૦૦, ૠ.ઝ.ઙ.ક. ફાયબર કંપનીનું વાઇફાઇ રાઉટર કિ.રૂ.૫૦૦, ઇંઅઊંઈંજઞ લખેલ ચાર્જર સાથેનો સી.સી.ટી.વી કેમેરો કિ.રૂ.૧,૦૦૦ ઇલેકટ્રીક બોર્ડ કિ.રૂ.૧૦૦ મળી કુલ રૂ.૭૪,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech