સુરતમાં તાવ અને ઝાડા-ઊલ્ટીના રોગે ભરડો લીધો છે. છેલ્લા 36 કલાકમાં જ પાંચ-પાંચ લોકોને તાવ અને ઝાડા-ઊલ્ટીએ ભરખી જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. પાંચ લોકોના મોતને ધ્યાને લઈ હવે આરોગ્ય વિભાગનો એપિડેમિક સેલ સક્રિય થયો છે. જેમાં અલગ-અલગ ટીમો બનાવીને મૃત્યુ પામનાર લોકોના અમરોલી, બમરોલી, પાંડેસરા સહિતના વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ટીમ દરેક વિસ્તારમાં 150 ઘરોની તપાસ કરી રહી છે.
આરોગ્ય વિભાગે ટીમો બનાવી સર્વે શરૂ કર્યો
સ્વાસ્થ્ય વિભાગના એપેડેમિક સેલના વડાએ કહ્યું કે, એકેડેમિક વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ જે લોકોને ઝાડા-ઊલટી, તાવ છે તે સિવાય કોઈ અન્ય રોગ માટે પણ સર્વે કરવામાં આવશે. હાલ શરદી-ઊધરસના કેસો પણ જોવા મળે છે, તેનો પણ સર્વે કરવામાં આવશે. સર્વે દરમિયાન પાણીમાં કઈ રીતે ચોખ્ખાઈ રાખવાની, પાણીનો ભરાવો ન થવા દેવો, સાથેસાથે ખોરાક કેવો ખાવો તેની પણ જનજાગૃતિ કરવામાં આવશે. જ્યાં ક્લોરિન ટેબલેટ જરૂર જણાય ક્લોરિન ટેસ્ટ પાણીમાં કરવામાં આવશે. જ્યાં પાણીમાં ક્લોરીનની માત્રા ઓછી હશે, ત્યાં ટેબલેટ વિતરણ કરવામાં આવશે. સાથે અમે પ્રચાર પત્રિકા પણ આપીશું.
150 ઘરનો સર્વે કરવામાં આવશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મલેરિયા, ડેન્ગ્યુ અને સાથેસાથ ઝાડા-ઊલટીની ઘરે કઈ રીતે સારવાર કરી શકાય તેની માહિતી આપવામાં આવશે. આ સર્વેમાં અમારા 472 સર્વલેન્સ વર્કર દરરોજ ઝાડા-ઊલટીના સર્વે કરતા હોય છે. એપેડેમિક સેલની ટીમ જેમાં બે એસઆઇ, બે સ્ટાફના લોકો, ચાર સર્વેલન્સ વર્કર સાથે લીડર તરીકે ડોક્ટરની ટીમ ગઈ છે. જેમાં તમામ રોગોના સર્વે થશે. દર્દીને સ્થળ પર સારવાર આપવામાં આવશે. હાલ આ સર્વે ચાર વિસ્તારમાં ચાલુ છે.
પીઠીના દિવસે જ યુવતીની તબિયત બગડી ને મોત થયું
મૂળ મહુવાના વતની અને ગોડાદરાના મનીભદ્રા કોમ્પલેક્ષમાં રહેતા હકાભાઈ રાઠોડનો પરિવાર સમૂહલગ્ન માટે તૈયારીઓમાં વ્યસ્ત હતો. હકાભાઈની દીકરી કાજલના આજે આહિર સમાજ સેવા સમિતિ આયોજિત સમૂહલગ્નમાં લગ્ન થવાના હતા. આ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી કાજલ તાવથી પીડાઈ રહી હતી, જેમાં ગુરૂવારે પીઠીની વિધિના દિવસે કાજલની તબિયત વધુ ખરાબ થતાં ઝાડા અને ઊલટી શરૂ થયા હતા. આ સ્થિતિમાં પરિવારજનો તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જતા હતા, પરંતુ રસ્તામાં જ કાજલે દમ તોડ્યો હતો.
ચાર વર્ષીય બાળકીનું ડેગ્યુથી મોત
પાંડેસરાના ગીતાનગરમાં રહેતા માબનલાલ નિષાદની ચાર વર્ષની પુત્રી પ્રિયાંશુને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો હતો. વતનમાં સારવાર બાદ સુરત આવ્યા પછી બાળકીની તબિયત લથડતા ખાનગી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું, જ્યાં બાળકીનું મોત નીપજ્યું છે.
20 વર્ષની યુવતીને ડેંગ્યુ ભરખી ગયો
પાંડેસરાના આનંદ હોમ્સમાં રહેતી રીતુ શર્મા છેલ્લા કેટલાક દિવસથી ડેન્ગ્યુથી પીડાઈ રહી હતી. બુધવારે માતાએ તેને ઉઠાડવા પ્રયત્ન કર્યો, ત્યારે તે બેભાન હતી. જે બાદ પરિવારે 108 એમ્બ્યુલન્સ બોલાવતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરી હતી.
21 વર્ષના યુવાનનું તાવથી મોત
મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુરના વતની સુલેહ ઈદ્રીશી અમરોલીમાં રહી અને કાચ કટિંગ કારખાનામાં કામ કરતો હતો. જેમાં તાવના કારણે બુધવારે સાંજે તેનું મોત નીપજ્યું હતું.
35 વર્ષના મજૂરનું શ્વાસની તકલીફ બાદ મોત
અમરોલી કોસાડ આવાસમાં રહેતા સંજય સોલંકીને તાવ અને શ્વાસની તકલીફ થતાં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech