ગુજરાતમાં હીટ એન્ડ રનની ઘટના અને માર્ગ અકસ્માતો રોકવા રાજયના ગૃહ વિભાગે વિવિધ માર્ગેા પર ગતિ મર્યાદા નિશ્ચિત કરી છે તેમ છતાં વાહનચાલકો બેફામ ગતિએ તેમનું વાહન હંકારી રહ્યાં છે. જે ગુના સામે આવ્યા તેમાં પોલીસે છેલ્લા બે વર્ષમાં પાંચ કરોડનો દડં વસૂલ કર્યેા છે.
અમદાવાદ શહેરમાંથી પસાર થતાં એકસપ્રેસ હાઇવે અને સ્ટેટ હાઇવેના માર્ગેા માટે ગુજરાત મોટર વ્હિકલ લ્સ ૧૯૮૯ની કલમ ૧૮૪ તેમજ મોટર વ્હિકલ એકટ ૧૯૮૮ની કલમ ૧૧૨ પ્રમાણે પોલીસ કમિશનર દ્રારા ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
અમદાવાદ પોલીસ કમિશનર દ્રારા બહાર પડાયેલા જાહેરનામાનો ભગં કરનારા ટુ–થ્રી વ્હિલર અને ટ્રેકટર પાસેથી પ્રથમ વખત ૧૫૦૦ અને બીજીવખત ૨૦૦૦, લાઇટ મોટર વ્હિકલમાં પ્રથમ વખત ૨૦૦૦ અને બીજી વખત ૩૦૦૦નો દડં વસૂલ કરવામાં આવે છે, યારે અન્ય વાહનો માટે પ્રથમ વખત ૪૦૦૦ અને બીજી વખત છ મહિના માટે લાયસન્સ જ કરી લેવામાં આવે છે. વાહનચાલકોએ કરેલા સ્પીડ લિમિટના ભગં બદલ ૨૦૨૨માં ૩,૫૦,૮૭,૦૦૦ પિયા અને ૨૦૨૩માં ૧,૬૫,૯૬,૦૦૦ પિયાનો દડં વસૂલ કરવામાં આવ્યો.છે. ભારે દંડની શિક્ષા હોવાથી છેલ્લા એક વર્ષમાં દંડની રકમમાં ઘટાડો નોંધાયો છે. જાહેરનામા પ્રમાણે એકસપ્રેસ હાઇવે, ફોરલેન નેશનલ અને સ્ટેટ હાઇવે, સ્ટેટ હાઇવે, મ્યુનિસિપલ કોર્પેારેશનની મર્યાદામાં આવેલા માર્ગેા, જિલ્લાના માર્ગેા, અન્ય જિલ્લામાં જતા માર્ગેા અને ગ્રામ્ય વિસ્તારના માર્ગેા પર વાહન અને માર્ગ પ્રમાણે ગતિ મર્યાદા નિશ્ચિત કરવામાં આવેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech