ભર બપોરે 1 કલાક બંધ રહેલા મકાનને નિશાન બનાવતા તસ્કરો : સીસી કેમેરા ચેક કરાયા : એફએસએલ, ડોગ સ્કવોડની મદદથી તપાસનો ધમધમાટ : જાણભેદુ કે ચોકકસ ગેંગની સંડોવણી બાબતે સધન તપાસ
કાલાવડના નાની વાવડી ગામમાં એક ખેડુતના માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી ધોળે દહાડે તસ્કરો દાગીના અને રોકડ મળી 5.70 લાખનો મુદામાલ ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી છે, આ અંગે અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ટાઉન પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ચોરી પાછળ કોઇ જાણભેદુનો હાથ છે કે કેમ એ દિશામાં પણ તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. કાલાવડ ટાઉન ઉપરાંત એલસીબીની ટુકડીએ પણ તપાસમાં ઝંપલાવ્યુ છે અને ડોગ સ્કવોડ, એફએસએલની મદદથી અલગ દિશામાં તપાસ લંબાવી છે.
કાલાવડ તાલુકાના નાની વાવડી ગામ લક્ષમીપુરની ગોળાઇ પાસે રહેતા મનસુખભાઇ પરસોતમભાઇ સાંગાણી નામના પટેલ ખેડુત વૃઘ્ધએ અજાણ્યા શખ્સો સામે ચોરી કરી ગયાની ગઇકાલે ફરીયાદ નોંધાવી હતી, ગત તા. 9ના રોજ બપોરના દોઢ થી અઢી વાગ્યા વચ્ચેના સમય દરમ્યાન ખેડુત મનસુખભાઇના બંધ રહેલા મકાનના મુખ્ય દરવાજા તથા ઓસરીની ગ્રીલ તોડી મના નકુચાઓ તોડી કોઇ શખ્સોએ ગેરકાયદે રીતે ઘરમાં પ્રવેશ કર્યો હતો.
દરમ્યાન પતરાના કબાટની તિજોરીમાં રહેલ રોકડા 1.60 લાખ તથા લાકડાની તિજોરીમાં રહેલ સોનાના દાગીના જેમાં બે બુટી, પેડલ, લકકી, 6 વીટી, લેડીઝ પેન્ડલ, સોનાનો હાર, મંગળસુત્ર, લાકીટ, બ્રેસલેટ, સોનાની બુટીના પાંદડા, બે સોનાની બુટી, કાનના દાણા, નાકના 3 દાણા, 4 સોનાની કડી ઝુમર સાથે, લટકણવાળી બુટી, 1 સોનાનો હાર બુટી સાથે, પેડલ સેટ બે બુટી સાથે, સોનાનુ ડોકીયુ, બે ઓમ પેડલવાળા, બે પાટલા, અન્ય બે બુટી, બ્રેસલેટ, ચેન, આમ સોનાના 403 ગ્રામ વજનના જુના દાગીના કુલ કિ. 5.50 લાખ તેમજ તિજોરીમાં પડેલ ચાંદીની ઝાંજરી, સાંકળા, ચાંદીની વીટીઓ, સિકકાઓ, ચાંદીની ગાય, ચાંદીની કડલીઓ જેનો અંદાજે વજન 800 ગ્રામ જે જુના ચાંદીના દાગીના કુલ કિ. 20 હજારની ઉઠાંતરી કરી હતી.
ફરીયાદના આધારે કાલાવડ ટાઉન પીઆઇ એન.વી. આંબલીયા અને ટુકડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, ખેડુત બહાર ગયા હતા અને માત્ર એક કલાક બંધ રહેલા રહેણાંક મકાનને ધોળા દિવસે નિશાન બનાવતા આ બનાવ પાછળ કોઇ જાણભેદુ હોવાની પણ આશંકા દશર્વિવામાં આવી છે, પોલીસ દ્વારા એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી છે તેમજ અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સીસી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા હતા, પોલીસ દ્વારા કોઇ ગેંગનું કારસ્તાન છે કે કેમ એ દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે, ખેડુત ફરીયાદીના ઘરમાં અન્ય સ્થળે પણ એક કબાટ હતો જેમા રહેલા દાગીના બચી ગયા છે. એવી પણ વિગત જાણવા મળી છે કે ગામની પાદરમાં આવેલા એક મકાનને નિશાન બનાવવામાં આવ્યુ હતુ પરંતુ તેમાથી કઇ હાથ લાગ્યુ ન હતુ ત્યારબાદ શેરીમાં અન્ય એક મકાનમાં પણ પ્રયાસ કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech