અમરેલી જિલ્લામાંથી ૪ સ્ળેી LCBએ ૭૫ બોટલ સો ચારને ઝડપી પાડ્યા

  • April 26, 2024 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં ચાર સ્ળે એલસીબીએ દરોડા પાડી ઈંગ્લીસ દારૂની હેરફેર કરતા અને વેંચાણ કરતા ચાર શખ્સોને ૭૫ બોટલ પાડી કાર્યવાહી કરી છે. એલસીબીએ દામનગર, સાવરકુંડલા, લીલીયા રોડ અને લીલીયાના પીપળવામાં દરોડા પાડ્યા હતા.
પોલીસ સુત્રોમાંથી  મળતી વિગત મુજબ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો વ્યવસ જળવાઇ રહે તેમજ ગેરકાનૂની પ્રવુતિ ઉપર અંકુશ મેળવી આવી પ્રવૃત્તિ કરતા શખ્સોને ઝડપી પાડવા અમરેલી એસ.પી.હિમકરસિંહની સૂચનાને પગલે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન દામનગરમાં કોળીવાડમાં રહેતો રવિ બાલાભાઇ નાવડીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડતા ઈંગ્લીસ દારૂની બોટલ નંગ-૧૭ કિ.રૂા.૫૪૧૮ની મળી આવતા શખ્સને ઝડપી પાડી દામનગર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.બીજા દરોડામાં સાવરકુંડલાના અભરામપરા ગામેી જાબાળના પ્લોટ વિસ્તારમાં રહેતા રાકેશ ભનુભાઇ ગોહીલને ઈંગ્લીસ દારૂની બોટલ નંગ-૨૪ કિ.રૂ.૬૬૪૮ સો ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો. અમરેલી બાયપાસ લીલીયા રોડ પરી અશ્વીન ઉર્ફે ચકી નાનજીભાઇ સાસકીયાને બોટલ નંગ-૨૨ કુલ કી.રૂ.૭૬૭૮ સો ઝડપી પાડ્યો હતો. ચોા દરોડોમામા લીલીયા તરફી પીપળવા ગામ નજીક રોજીઆઇ માતાજીની ડેરી પાસે રોડ ઉપરી નિતિન ઉર્ફે ભગો વાલજીભાઇ ગોહીલ (રહે.લીલીયા મોટા ઠે.વેલનાપરા)ને પકડી પાડી ઈંગ્લીસ દારૂની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૪૨૦૦ની કબજે લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application