નવા વર્ષની શઆતમાં જ ભારતમાં રોકાણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતત્રં છે તો બીજી તરફ ભારતીય શેરબજાર પણ નવા શિખરે પહોંચી ગયું છે. ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ નવા વર્ષમાં પણ ચાલુ રહ્યું છે. ૨૦૨૪ના પ્રથમ સાહમાં જ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)એ . ૪૮૦૦ કરોડથી વધુનું રોકાણ કયુ છે.
એક અહેવાલ મુજબ વિદેશી રોકાણકારો એટલે કે એફપીઆઈ ભારતીય શેરબજાર પ્રત્યે ફીદા રહ્યા છે અને સતત નાણાંનું રોકાણ કરી રહ્યા છે. ભારતની આર્થિક સ્થિતિ અને ઝડપથી વિકસતા અર્થતત્રં અંગે આશાવાદી એફપીઆઈએ જાન્યુઆરી ૨૦૨૪ના પ્રથમ સાહમાં શેરબજારમાં . ૪,૮૦૦ કરોડનું રોકાણ કયુ છે. આ સિવાય જો આપણે ડિપોઝિટરી ડેટા પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન એફપીઆઈ એ લોન અથવા બોન્ડ માર્કેટમાં ૪,૦૦૦ કરોડ પિયાનું રોકાણ પણ કયુ છે.
જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે.વિજયકુમાર કહે છે કે, આ વર્ષે ૨૦૨૪માં અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની ધારણા છે. વ્યાજદરમાં સતત વધારા બાદ યુએસ ફેડરલ રિઝર્વે તાજેતરમાં પોલિસી રેટ સ્થિર રાખીને આ આશા વ્યકત કરી હતી. એવી ધારણા છે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો તેમની ખરીદીને વધુ વેગ આપશે. તેમણે કહ્યું કે ખાસ કરીને આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી (સામાન્ય ચૂંટણી ૨૦૨૪) પહેલા રોકાણમાં વધારો થઈ શકે છે.
આ તરફ હવે ગયા વર્ષે શેરબજારમાં કેટલાં નાણાંનું રોકાણ કરવામાં આવ્યું તેના આંકડાઓ પર નજર કરીએ ત ભારતીય બજારોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્રારા કરાયેલા રોકાણના આંકડા ઉત્તમ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech