ઈસરો તેના પ્રથમ ઐતિહાસિક ગગનયાન મિશનની તૈયારીમાં વ્યસ્ત છે. જેમાં માનવીને અંતરીક્ષમાં મોકલવામાં આવશે. આ મિશન દરમિયાન કોઈ અણધારી પરિસ્થિતિ સર્જાય તો અવકાશયાત્રીઓના સુરક્ષિત ઉતરાણ માટે જરી પગલાં લેવામાં આવ્યા છે. આ માટે વિશ્વભરમાં વિવિધ દરિયાઈ સ્થળો પર ૪૮ સંભવિત લેન્ડિંગ સાઇટસની ઓળખ કરવામાં આવી છે. પ્રાથમિક લેન્ડિંગ ઝોન અરબી સમુદ્રમાં છે. ગગનયાન મિશન માટે પસદં કરાયેલા ચાર અવકાશયાત્રીઓના નામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા છે.
પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને શુભાંશુ શુકલાને ગગનયાન મિશનમાં અવકાશયાત્રી તરીકે પસદં કરવામાં આવ્યા છે. ગગનયાન મિશનનું લોન્ચિંગ ૨૦૨૫ના અંતમાં નિર્ધારિત છે. ઈસરોનું પ્રથમ ગગનયાન મિશન એક ઐતિહાસિક સિદ્ધિ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મિશનની સફળતા અને ગગનયાનના સુરક્ષિત ઉતરાણ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ મિશન પર જઈ રહેલા અવકાશયાત્રીઓની સુરક્ષિત વાપસી માટે અરબી સમુદ્રમાં પ્રાથમિક લેન્ડિંગ ઝોન બનાવવામાં આવ્યો છે. આ માટે ભારતીય એજન્સીઓ કોઈપણ ઈમરજન્સીને લઈને સંપૂર્ણ રીતે એલર્ટ રહેશે. જો કે, મિશનને કોઈ સમસ્યા ન આવે તેની ખાતરી કરવા માટે, ૪૮ આંતરરાષ્ટ્ર્રીય લેન્ડિંગ સાઇટસ પસદં કરવામાં આવી છે. ગગનયાન મિશન અંગે ઈસરોના એક વરિ અધિકારીએ કહ્યું કે કોઈપણ મિશનમાં આદર્શ સ્થિતિ હોય છે.
આ સાથે, સાવચેતી અને સલામતીને ધ્યાનમાં રાખીને બેકઅપ પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. જો ગગનયાન મિશન યોજના મુજબ આગળ વધે તો અમે મોડુલને અરબી સમુદ્રમાં ઉતારી શકીશું. આ મિશનમાં અવકાશયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જો મિશન દરમિયાન નાના ફેરફારો થાય તો કેપ્સ્યુલને સેંકડો કિલોમીટર દૂર લેન્ડ કરી શકાય છે. ગગનયાન મિશન સાથે, ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. આ અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મોકલશે. આ મિશન માટે જે અવકાશયાન વિકસાવવામાં આવી રહ્યું છે તેમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ્સ અને કમ્યુનિકેશન સિસ્ટમ્સ સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ મિશનની સલામતી અને સફળતાની ખાતરી કરે છે. ગગનયાન મિશનનું લોન્ચિંગ ૨૦૨૫ના અંતમાં નિર્ધારિત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech