દેશમાં હેપેટાઇટિસને કારણે મૃત્યુની સંખ્યા વધી રહી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ વાત સામે આવી છે. ગુજરાતમાં હિપેટાઇટિસ બીના કેસ અને તેનાથી થતાં મૃત્યુમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં હિપેટાઇટિસ બીથી ગુજરાતમાંથી 474 વ્યક્તિના મોત થયા છે. આ પૈકી એપ્રિલથી ડિસેમ્બર 2024 એમ 9 મહિનામાં જ 95 વ્યક્તિએ હિપેટાઇટિસ બી સામે જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન સૌથી વધુ વ્યક્તિના હિપેટાઇટિસ બીથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યમાં ગુજરાત બીજા સ્થાને છે.
2019-20માં ગુજરાતમાં હિપેટાઇટિસ બીથી 21 વ્યક્તિના મોત નીપજ્યા હતા. જેની સરખામણીએ 2023-24માં મૃત્યનું પ્રમાણ વધીને 132 થઈ ગયું હતું. હિપેટાઇટિસ બીથી થતાં મૃત્યુમાં 5 વર્ષમાં ૬ ગણો વધારો થયો છે. સમગ્ર દેશમાં પણ હિપેટાઇટિસ બીથી થતાં મૃત્યનું પ્રમાણ વધવા લાગ્યું છે. 2019-20માં 173, 2020-21માં 139, 2021-22માં 323, 2022-23માં 515, 2023-24માં 972 જ્યારે 2024-25માં એપ્રિલથી ડિસેમ્બર સુધી 607 વ્યક્તિના આ બીમારીથી મોત નીપજ્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ આપણા દેશમાં હિપેટાઇટિસ બી, સી, ડી, એનું આટલું ફેલાવાનું કારણ એ છે કે લોકોમાં તેના વિશે કોઈ જાગૃતિ નથી. હિપેટાઇટિસ ‘બી’ સંક્રમિત વ્યક્તિ સાથેના જાતિય સંબંધ, માતા-પિતામાં હોય તો નવજાત બાળકને, રક્ત ચઢાવતી વખતે યોગ્ય પરિક્ષણ કરાવાયું ના હોય તો તેનાથી થઈ શકે છે. હિપેટાઇટિસ ‘બી’થી લિવરના કેન્સર થવાનું જોખમ પણ રહે છે. આ ઉપરાંત તે વકરી જાય તો લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી.
હિપેટાઇટિસ બી સાયલન્ટ કિલર છે મોટાભાગના કિસ્સામાં હિપેટાઇટિસ બીના લક્ષણો પ્રારંભિક તબક્કામાં જોવા મળતા નથી. લક્ષણો સામે આવવાનું થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય તેવું પણ બને છે. જે પણ વ્યક્તિના પરિવારમાં હિપેટાઇટિસ બી હોય તેના પ્રત્યેક સદસ્યે હિપેટાઇટિસ બી અંગેનો ખાસ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જે વ્યક્તિ રક્ત સાથે સંકળાયેલી હોય જેમકે સર્જન-બ્લડ બેંકમાં કામ કરનારાઓએ આ વેક્સિન લેવી ખાસ હિતાવહ છે. પ્રત્યેક વ્યક્તિ હેલ્થ ચેક અપ કરાવે ત્યારે તેણે હિપેટાઇટિસ બી અંગેનો ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશનિ મીન રાશિમાં ગોચર કરશે, આ રાશિના લોકોને સોનાનો સૂરજ ઊગશે, સૌથી વધુ ફાયદો થશે
March 29, 2025 01:39 PMજામનગરમાં રાજપૂત કરણી સેનાએ સાંસદની વિવાદિત ટિપ્પણીનો કર્યો વિરોધ
March 29, 2025 01:28 PMજામનગર: આજે શનિ અમાવસ્યા...શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ
March 29, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech