ગઈકાલે મકરસંક્રાંતિ ઉતરાયણ પવિત્ર દિપક પ્રમાણમાં પતંગો ઉડવાને કારણે પતંગના દોરાને કારણે વીજભાર કટિંગ સહિતના જુદી જુદી જાતના ફોલ્ટ સર્જાવાના કારણે લગભગ આખા શહેરમાં આખો દિવસ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાનું ચાલુ રહ્યું હતું, જોકે સવારના ભાગે પવન ઓછો હોવાથી પતગં ઓછી ઉડતી હોય ફોલ્ટનું પ્રમાણ ઓછું હતું, પરંતુ બપોર બાદ પવન નીકળતા આકાશમાં પુષ્કળ પ્રમાણમાં પતંગો ચગવાની સાથે પતંગના દોરાથી વીજતાર કટિંગ અને અન્ય રીતે વીજફોલ્ટના બનાવો વધતા પીજીવીસીએલના લાઇન સ્ટાફને દોડધામ મચી જવા પામી હતી. પીજીવીસીએલ દ્રારા વીજ ફોલ્ટના સમારકામ માટે ૨૪ ટુકડીઓ તૈનાત કરાઈ હતી, અનેક વિસ્તારોમાં વીજ ફોલ્ટ આજે સવાર સુધી રિપેરિંગ કરવાનું ચાલુ રહ્યું હતું.
ગઈકાલે પતગં અને દોરાને કારણે રાજકોટ શહેરમાં વીજફોલ્ટની ૨૦૮ કમ્પ્લેન મળી હતી, સૌરાષ્ટ્ર્રના અન્ય ભાગોમાં ૧૨૩ વીજ ફરિયાદનો સમાવેશ થાય છે. જેમાં ૨૪ વીજ ફોલ્ટ ટુકડીઓમાં કુલ ૧૪૪નો લાઇન સ્ટાફ સ્ટેન્ડ ટુ રહયો હતો.
સવારથી સાંજ સુધીમાં ફોલ્ટને કારણે કુલ ૪૭ ફીડર ટિ્રપ થવા પામ્યા હતા, અનેક વિસ્તારોમાં વીજળી બંધની સમસ્યા ઊભી થઈ હતી, તેથી લોકોને પતગં ઉડાડવાની સાથે સાઉન્ડ સિસ્ટમથી સંગીત અને ઘોંઘાટિયું મનોરંજન માણવામાં વારંવાર વિક્ષેપ પડતો હતો.
ગઇકાલે એરિયા વાઈઝ ફોલ્ટમાં હાઇ ટેન્શનના એચ.ટી. ૧ વિસ્તારમાં સત્યમ, તિપતિ, રામેશ્વર, મોરબી રોડ, આઈઓસી, પ્રેસ ફીડર. એચ.ટી. – ૨ વિસ્તારમાં ગાયકવાડી, સેન્ટ્રલ જેલ, જિમખાના, ગૌતમનગર, આરએમસી, મીરાનગર, સંતોષીનગર ફીડરો. એચ.ટી. – ૩ વિસ્તારમાં રાધિકા, માટેલ, કોઠારીયા, એટલાસ, સ્વાતિ પાર્ક, સર્વેાદય, રિંગ રોડ, સાઈબાબા ફીડર ટિ્રપ થવા પામતા વારંવાર ખોરવાઈ જતો હોવાની ફરિયાદો મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech