વિજ્ઞાન પ્રવાહમાં છ વર્ષમાં ૪૫ હજાર વિધાર્થી ઘટયા: આર્થિક સહાય માટે ચાલતી વિચારણા

  • December 20, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી બજેટમાં વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે વિધાર્થીઓને પ્રોત્સાહન આપતી યોજના લાવવાની તૈયારી રાજીના શિક્ષણ વિભાગ દ્રારા શ કરવામાં આવી છે ધોરણ ૧૧ અને ૧૨માં મહત્તમ વિધાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં આવે તે માટે આર્થિક સહાય મળી રહે તેમજ વધુને વધુ કન્યાઓ વિજ્ઞાન પ્રવાહમાં આવે તે માટે વિધાર્થીનીઓને ટકાવારીમાં છૂટછાટ આપવામાં આવશે.



વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા એક રેકોર્ડ મુજબ છેલ્લા છ વર્ષ દરમિયાન ૪૫હજાર જેટલા વિધાર્થીઓનો ઘટાડો નોંધાયો છે ત્યારે આગામી શૈક્ષણિક સત્ર માટે પુખ્ત વિચારણા ને અંતે શિક્ષણ વિભાગ દ્રારા આગામી વર્ષ ૨૦૨૪–૨૫ માટે વિજ્ઞાન પ્રવાહમાં ઘટી રહેલા વિધાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આર્થિક સહયોગ આપી વિજ્ઞાન પ્રવાહ મા લાવવા યોજના મૂકવામાં આવશે જેમાં વિધાર્થીનીઓ વધુ સંખ્યામાં આવી તે માટે ટકાવારીમાં કેટલીક છુટછાટ આપવાની વિચારણા કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્રારા અત્યાર સુધીમાં ૫૦૩૪૦ સ્માર્ટ કલાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આગામી સમયમાં તબક્કાવાર વધુ સ્માર્ટ કલાસ નું લોકાર્પણ કરવામાં આવશે.


ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામોમાં ગુણવતામા ઉતરોતર ઘટાડો થઈ રહ્યો છે કોરોનાના કારણે માસ પ્રમોશન અને ઓનલાઇન કલાસના કારણે ૨૦૨૨ના વિધાર્થીઓના પરિણામ ખૂબ જ નબળા આવ્યા હતા માત્ર ૧૯૬ વિધાર્થીઓ જ એ ગ્રેડ મેળવી શકયા હતા અને ૨૦૧૭માં ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહમાં ૧,૪૧,૯૮૪ વિધાર્થીઓ નોંધાયા હતા તે ઘટીને ૨૦૨૨ માં ૯૫,૩૬૧ વિધાર્થીઓ જ વિજ્ઞાન પ્રવાહમાં આવ્યા હતા રાયના ૧૦ જિલ્લ ામાંથી એક પણ વિધાર્થીઓ એ ગ્રેડ મેળવી શકયા ન હતા. આ તમામ બાબતો પર મનોમંથન કર્યા પછી રાજયના શિક્ષણ વિભાગ દ્રારા આગામી બજેટમાં ધો ૧૧ અને ૧૨ માં વિધાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં આવે તે માટે આર્થિક પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application