જૂનાગઢ, મેંદરડા, વંથલી પંથકમાં ૭ જુગાર દરોડામાં ૪૫ જુગારી ઝડપાયા

  • September 03, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જુનાગઢ પોલીસ દ્રારા શહેરમાં જોષીપરા અને મેંદરડા પંથકમાં અલગ અલગ વિસ્તારોમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી લીધા હતા જોષીપરામાં બે અને મેંદરડામાંથી ત્રણ અને વંથલી માંથી એક  મળી કુલ સાત દરોડામાં ૪૫ જુગારીઓને રંગે હાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે બી ડિવિઝન માંથી પ્રા વિગત મુજબ જોષીપરા શ્રીજી નગર પુષ્પક પાર્કમાં બાલુભાઈ ચાવડા પોતાના મકાનમાં જુગારની કલબ ચલાવતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા ભગવાનજીભાઈ ચાવડા, વિરેન્દ્ર વેગડ, મેહત્પલ ઝાપડીયા, દિપક સાંડેગરા, રાહત્પલ સાંડેગરા અને પરાગ જેઠવા ને ૪૦,૯૫૦ ની રોકડ, ૯ મોબાઈલ અને એક મોટરસાયકલ મળી ૧.૫ લાખથી વધુ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જોષીપરા વિસ્તારમાં જ અન્ય જુગાર દરોડામાં ઓધડ નગર બેઠા પુલ પાસે પરબતભાઈ દીવરાણીયા તેના મકાનમાં જુગારની કલબ ચલાવતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડો હતો અને જુગાર રમતા યોગેશ મોકરીયા, જયેશ મકવાણા, સંજય બોરીચા, જેનતીભાઈ બથવાર, જખરા ભાઈ ખુટી, મેણંદભાઈ પરમાર અને અરજણભાઈ વદર ને ૨૯ હજારની રોકડ અને સાત મોબાઈલ મળી ૫૯,૬૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા. મેંદરડાના નાની ખોડીયાર ગામે જાહેરમાં જુગાર રમતા નયનભાઈ રાનેરા, કલ્પેશભાઈ સોલંકી, મહેશભાઈ કામલપરા, અંકિત સોલંકી, રોહિત ડાબસરા, કિશન ઝંઝવાડીયા ને ૫૬૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા. યારે મેંદરડા પંથકના સાતવડલા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાગરભાઇ સોલંકી, રોહિત સોલંકી, શાયરભાઈ સોલંકી અને કિશોરભાઈ સોલંકી ને ૩૫૫૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા. કેમેંદરડા નાગલપુર ગામે જાહેરમાં જુગાર રમતા કમલેશભાઈ સાજવા, હરેશભાઈ ચૌહાણ, ભરતભાઈ હાથલીયા, રાકેશભાઈ વાજા, જસ્મીનભાઈ કાંબલીયા, સવદાસભાઈ જાદવ અને વિજયભાઈ વાજાને ૮ હજારની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત વંથલીના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા મુકેશભાઈ ડાભી, મયુરભાઈ ડાભી, નારણભાઈ ભેટારીયા, વિજય ગીરી મેઘનાથી, જયદીપભાઇ, રેખાબેન ડાભી અને જોસના બેન ને ૧૫ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
વંથલીના ભાટિયા ગામે મકાનમાં ચાલતી જુગારની કલબ પર પોલીસે દરોડો પાડી છ જુગારીઓને ૪૯ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા
આ અંગે વંથલી પોલીસ માંથી પ્રા વિગત મુજબ ભાટિયા ગામે ભરતભાઈ સિંહ પરા તેના મકાનમાં જુગારની કલબ ચલાવતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા જયસુખભાઈ દૂદકિયા, શીવાભાઈ દુદકિયા, રામજીભાઈ, રમેશભાઈ અને ભનુભાઈ દેગામાને ૪૯,૪૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application