અગ્નિકાંડ બાદ રાજકોટમાં ૪૪૪ મિલકત સીલ

  • June 08, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગત તા.૨૫ મે ના રોજ અિકાંડ સર્જાયા બાદ તા.૩૦–મે થી ફાયર એનઓસીનું ચેકિંગ શ કરાયું હતું જે અંતર્ગત ગઇકાલે તા.૭ જૂન સુધીમાં શહેરમાં કુલ ૪૪૪ મિલકતો સીલ કરાઇ છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે હજુ તો કામગીરી શ થઇ છે અને ચેકિંગ સતત ચાલું જ રહેશે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ દ્રારા તમામ ૧૮ વોર્ડ દીઠ એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. આ વોર્ડ કમિટી દ્રારા ડેઇલી ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત તા.૩૦–મેથી તા.૭ જૂન સુધીમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ બાબતે કુલ ૧૧૩૬ સંકુલો–મિલકતોની ચકાસણી કરી હતી અને તેમાંથી ૪૪૪ સંકુલ સીલ કર્યા છે.

મ્યુનિ.સૂત્રોએ ઉમેયુ હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સીલ કરવામાં આવેલ ૪૪૪ એકમ પૈકી સીલ ખોલવા ૩૬૪ જેટલી અરજી રજૂ થઇ હતી. જેમાંથી ૨૬૪ અરજી ગ્રાહ્ય રાખવા લાયક જણાતા મનપા દ્રારા રચાયેલી કમિટીની મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે તેમાં શરતો મુકવામાં આવી છે જેમ કે, જે એકમો સીલ થયા છે તેમાં અનધિકૃત દબાણ કે માર્જિનમાં કરાયેલ દબાણ દૂર કરવા માટે અથવા ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા કે રીપેર કરવા, છત ઉપરથી ડોમ દૂર કરવા કે બેઝમેન્ટમાંથી દબાણ દૂર કરવા માટે જ ઉપરોકત સીલ ખોલવા મંજૂરી અપાઇ છે.




અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર એનઓસી નહીં હોવા બદલ કોઇ પણ સંકુલ કે મિલકતને લગાવેલું સીલ ખોલવું કે નહીં તેનો નિર્ણય લેવા માટે ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, નવનિયુકત ટીપીઓ અને ચીફ ફાયર ઓફિસર સહિતના પાંચ અધિકારીઓની કમિટિ રચાઇ છે તેમના દ્રારા આ અંગે સામુહિક રીતે નિર્ણય લેવાય છે.
દરમિયાન લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, રાજકોટ મહાપાલિકાએ ફાયર એનઓસી અને બીયુ પરમિશન મામલે વોર્ડવાઇઝ ચેકિંગ શ કરીને ૪૪૪ મિલકતો સીલ કરતા એવો ફફડાટ ફેલાઇ ગયો છે કે હવે નગરસેવકો, પદાધિકારીઓ અને આગેવાનોએ પણ ફાયર એનઓસી માટે ભલામણો કરવાનું જ બધં કયુ છે, એટલું જ નહીં અમુકએ તો ફોન રિસીવ કરવાનું પણ બધં કયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application