દર વર્ષે રૂ. 100 કરોડ નવા વેરાની ઉભી થતી ડિમાન્ડ સામે 60 કરોડ વેરો આસામીઓ ભરપાઇ કરે છે
જામનગર મહાનગરપાલિકા દ્વારા જો બાકી તમામ મિલકત વેરાની વસૂલાત કરવામાં આવે તો વિકાસકાર્યો માટે ગ્રાન્ટની નહીંવત જરૂર પડે
જામનગર મહાનગરપાલિકાની 436 કરોડ મિલકત વેરાની બાકી વસૂલાત વચ્ચે દર વર્ષે મિલકત વેરાના લેણાંમાં રૂ.40 કરોડનો વધારો થઇ રહ્યો છે. કારણ કે, દર વર્ષે રૂ.100 કરોડ નવા મિકલત વેરાની ઉભી થતી ડીમાન્ડ સામે રૂ.60 કરોડ વેરો આસામીઓ ભરપાઇ કરે છે. મિકલત વેરાની બાકી રકમ વ્યાજના કારણે વધી રહી છે. જો જામ્યુકો દ્રારા બાકી તમામ મિલકત વેરાની વસૂલાત કરવામાં આવે તો વિકાસકાર્યો માટે ગ્રાન્ટની નહીંવત જરૂર પડે તેમાં બેમત નથી.
જામનગર મહાપાલિકાના ચોપડે તા.25-1-2024ની સ્થિતિએ રૂ.436,77,95,673નો મિલકત વેરો બાકી હોવાનું નોંધાયું છે. જેમાં કારપેટ બેઇઝ પધ્ધતિનો વેરો રૂ.3768808176 અને રેન્ટ બેઇઝ પધ્ધતિ વેરા રૂ.598987497નો સમાવેશ થાય છે. બંને વેરામાં કુલ 249447 મિલકતનો સમાવેશ થાય છે. નવાઇની વાત તો એ છે કે, છેલ્લાં ઘણાં વર્ષોથી મિકલત વેરાની મસમોટી રકમ બાકી છે. આમ છતાં મનપા દ્રારા નકકર વસૂલાત કરવામાં આવતી નથી.
બીજી બાજુ જામ્યુકોના મિલકત વેરા વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર દર વર્ષે નવી રૂ.100 કરોડની નવી ડીમાન્ડ એટલે કે શહેરીજનોએ મિલકત વેરો ભરવાનો થાય છે. જેમાંથી 60 ટકા આસામીઓ એટલે કે રૂ.60 કરોડ વેરાની આવક થાય છે. આથી દર વર્ષે જામ્યુકોના મિલકત વેરાના લેણાંમાં રૂ.40 કરોડનો વધારો થઇ રહ્યો છે. જેના કારણે મિકલત વેરાની બાકી રકમ અબજની સંખ્યામાં પહોંચી છે.
નવી મિલકત વેરાની ડીમાન્ડમાં લોકોની ઉદાસીનતાના કારણે વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ જામ્યુકો પાસે સ્ટાફ અને કડક કાર્યવાહીના અભાવના કારણે પણ મિલકત વેરાની બાકી રકમમાં વધારો થઇ રહ્યો છે. જો બાકી મિલકત વેરાની સમયસર વસૂલાત કરવામાં આવે તો મનપાને કોઇ ગ્રાન્ટની જરૂર પડે નહીં તેમ તજજ્ઞોએ જણાવ્યું છે.
સ્ટાફની ઘટ, રહેણાંક મકાનોમાં કડક સીલીંગ કાર્યવાહીના અભાવે કરોડોનો વેરો બાકી...
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખામાં સ્ટાફની ઘટ પ્રવર્તી રહી છે. જેના કારણે બાકી વેરાની વસૂલાત સમયસર થતી નથી. તદઉપરાંત ખાસ કરીને બાકી વેરા સબબ જેમ વ્યવસાયિક એકમો સીલ કરવામાં આવે છે તે રીતે કડક કાર્યવાહી કરી રહેણાંક મકાન સીલ કરી શકાતા નથી. આથી જયારે મકાન વેંચવું હોય ત્યારે બાકી વેરો ભરવા આસામીઓ આવે છે. આ પણ બાકી વેરાનુ એક મહત્વનું કારણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech