નવાગામમાં રેઢી કારમાંથી ૪૩૨ બોટલ દારૂ મળી આવ્યો

  • May 22, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાંથી રેઢી હાલતમાં તો કયાંક દા ભરેલી કાર મૂકી ચાલક ભાગી જાય જેવા બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, એવામાં ઝોન–૧ની ક્રાઇમ બ્રાન્ચની ટીમએ નવાગામમાં આવેલા ન્યુ શંકર ટ્રાન્સપોર્ટ પાસેથી ઈંગ્લીસ દાની ૪૩૨ બોટલ સાથેની રેઢી કારને ઝડપી પાડી દાનો જથ્થો અને કાર મળી ,૪,૪૩,૨૦૦નો મુદામાલ કબજે કર્યેા છે. પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ ઝોન–૧ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બી.વી.બોરીસાગરની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ મનપગીરી ગોસ્વામી, પો.કોન્સ. હિતેષભાઇ પરમાર અને સત્યજિતસિંહ જાડેજાની સંયુકત બાતમી મળી હતી કે, નવાગામ ન્યુ શંકર ટ્રાન્સપોર્ટ વાળી શેરીમાં જી.જે.૦૩.એનએફ ૩૩૬૨ નંબરની સ્વિટ કારમાં ઈંગ્લીશ દાનો જથ્થો રાખવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે પોલીસએ સ્થળ પર પહોંચી કારની તલાસી લેતા જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીસ દાની બોટલ નંગ–૪૩૨ મળી આવતા દાનો જથ્થો અને કાર સહિતનો મુદામાલ કબ્જે કરી અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application