સિહોરની રઝા સ્ટોરમાંથી ૪૩ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

  • December 11, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આ વખતે રજા સ્ટોર નામના વેપારીને ત્યાં દરોડો કરી ૪૩ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી કાર્યવાહી કરાઇ હતી. 
નગરપાલિકાના ચેકિંગને પગલે પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સિહોરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓ સામે તપાસ કરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમ પ્લાસ્ટિકના મામલે છેલ્લા થોડા દિવસથી શહેરમાં અલગ અલગ વેપારી દુકાનો અને ગોડાઉન પર તપાસ કરી હતી., જેમાં  રઝા સ્ટોર નામની દુકાનમાં રેડ કરી જયાંથી ૪૩ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા જપ્ત કરી લેવામાં આવ્યો હતો. સાથે જ વેપારીઓને સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલા પ્લાસ્ટિકનો જથ્થો ઉપયોગ ન કરવા સૂચનાઓ પણ અપાઈ હતી. નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી કરી હતી. અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા તાકિદ કરાઈ હતી. નગરપાલિકાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application