મહિલાઓ સામે વધતા જતા ગુનાખોરીના મામલાને કારણે બાળકીઓ,સગીરાઓ અને મહિલાઓ ક્યાં અને કેટલા સમય માટે સુરક્ષિત છે તે અનુમાન લગાવવું દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યું છે. ઘરમાં પણ મહિલાઓ કે બાળકીઓ સુરક્ષિત નથી. આવી જ એક ઘટના સામે આવી છે. 11 વર્ષની માસૂમ બાળકી તેના મિત્રો સાથે સંતાકૂકડી રમી રહી હતી, જ્યાં તે છુપવા ગઈ ત્યાં અને તેમની સાથે આવી ઘટના બની હતી.
આ ઘટના મહારાષ્ટ્રના જલગાંવમાંથી સામે આવી છે. દરરોજની જેમ ઘટનાના દિવસે પણ બાળકી તેના મિત્રો સાથે સંતાકૂકડી રમી રહી હતી. તે છુપાવા માટે એક રૂમમાં ગઈ, તેને રૂમમાં જતી જોઈને એક શખ્સ પણ તેની પાછળ રૂમમાં ઘૂસી ગયો અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. આ પછી તેણે લાઇટ પણ બંધ કરી દીધી અને બાળકીનો ચીસોનો અવાજ ન સંભળાય તે માટે તેનું મોં દબાવીને બળાત્કાર કર્યો હતો. આરોપીએ બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બાળકી ઘરે પહોંચી અને ચોધાર આંસુએ આખી ઘટના તેના પરિવારજનોને જણાવી હતી. ત્યારબાદ પરિવારજનોએ સિદ્ધાર્થ વાનખેડે નામના વ્યક્તિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના બાદ આરોપી પોલીસના ડરથી મુંબઈ ભાગી ગયો હતો. પરંતુ પોલીસના દરોડા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને કેસની સત્યતા બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ બાળકીની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech