ચાંદીપુરાથી મૃત્યુઆંકમાં ૪૦ ટકાનો અને કેસની સંખ્યામાં ડબલ વધારો

  • July 20, 2024 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે છેલ્લ ા 24 કલાક દરમિયાન 28 નવા કેસ અને વધુ પાંચ બાળકોના મોત સાથે કુલ કેસની સંખ્યા 58 થઈ ચૂકી છે છેલ્લા બે દિવસમાં આ કેસમાં સતત વધારો નોંધાયો છે 17 જુલાઈના ચાંદીપુરાના 26 કેસ હતા આમ બે દિવસમાં કે બમણા અને મૃત્યુઆંકમાં 40 ટકા જેટલો વધારો નોંધાયો છે.
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ચાંદીપુરાના કેસોની વાત કરીએ તો 17 જુલાઈએ 26 કેસ નોંધાયા હતા અને 14 મૃત્યુ થયા હતા 18 જુલાઈ 30 કેસ નોંધાયા હતા અને 15 મૃત્યુ થયા હતા જ્યારે 19 જુલાયા 58 કેસ નોંધાયા હતા અને 20 મૃત્યુ થયા છે.
ચાંદીપુરા ના રોગચાળાને નાથવા માટે થઈને જિલ્લા વહીવટી તંત્ર સાથે રાજ્યનું આરોગ્યતંત્ર સતત સંપર્કમાં છે અને બેઠકોનો દોર ચલાવી રહયા છે. રાજ્યમાં કુલ 58 કેશ નોંધાયા છે મોતનો આંકડો વધીને 20 પહોંચ્યો છે જિલ્લ ા અને કોર્પોરેશનની મેડિકલ કોલેજ જિલ્લા હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાં અધિકારીઓ સાથે દૈનિક મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ આઠ કેસ સાબરકાંઠામાં જોવા મળ્યા છે અરવલ્લીમાં ચાર મહિસાગરમાં બે ખેડામાં બે મહેસાણામાં ત્રણ રાજકોટમાં બે સુરેન્દ્રનગરમાં બે અમદાવાદ કોર્પોરેશનમાં ચાર ગાંધીનગરમાં ચાર પંચમહાલમાં સાત જામનગરમાં પાંચ મોરબીમાં ચાર ગાંધીનગર કોર્પોરેશનમાં એક છોટાઉદેપુરમાં બે દાહોદમાં બે વડોદરા નર્મદા બનાસકાંઠા વડોદરા કોર્પોરેશન ભાવનગર અને દ્વારકામાં એક એક કેસ જોવા મળ્યા છે.
રાજ્ય સરકારના સત્તાવાર સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યના 13 જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીના 20 બાળકો ચાંદીપુરાના કારણે મોત થયા છે રાજસ્થાનના બે કેસ માંથી એક દર્દી દાખલ છે એકનું મોત થયું છે જ્યારે મધ્યપ્રદેશનો એક કેસ સારવાર હેઠળ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application