ગુજરાત સરકાર દ્રારા જમીન મિલકતોના ભાવ નક્કી કરતી. નવી જંત્રીના દરોની અમલવારી માટેની તૈયારીઓ શ કરી દીધી છે હાલ ગુજરાત સરકાર જંત્રીનું મુસદ્દો તૈયાર કરીને જાહેર જનતાના વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે વાંધા સૂચનો બાદ જિલ્લ ા કમિટી અભ્યાસ કરશે અને ૧ લી એપ્રિલ ૨૦૨૫ થી આ નવી જંત્રીનો અમલ કરવામાં આવશે વર્ષ ૨૦૧૧ની જંત્રી રેટ માં ૧૩ વર્ષે સરેરાશ ૪ થી ૯ ગણા સુધીના વધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ માટે હાલમાં સરકારે નવી જંત્રીનો મુસદ્દો તૈયાર કરી દીધો છે
મિલકતો મોંઘીદાટ થશે, મકાનોના ભાડા પણ કાબુ બહાર જશે
રાજય સરકાર દ્રારા તમામ વૈધાનિક પ્રક્રિયાને અનુસરીને અંદાજે જાન્યુઆરી–ફેબ્રુઆરી–૨૦૨૫ સુધીમાં નવી જંત્રીના નવા દરો જાહેર કરશે, તો સરકાર, તેમની સમક્ષ આ માટેની રજૂઆતો કરનારા માટે તે લાભકર્તા સાબિત થશે પરંતુ શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં જે ગરીબ અને મધ્યમ વર્ગ વસે છે. તેમના માટે જમીનો કે સ્થાવર મિલકતો, મકાનો ખરીદવા મુશ્કેલ બની જશે. જંત્રીના નવા દરોને કારણે રાય સરકારની સ્ટેમ્પ ડુટી અને રજિસ્ટ્રેશન ફીની આવકમાં તો ધરખમ વધારો થશે પણ હાલ મોંઘવારી અને બેરોજગારીથી પીડિત સામાન્ય વર્ગના લોકો માટે નવા મકાનો ખરીદવા મુશ્કેલ બનશે. આ ઉપરાંત જેઓ હાલ ભાડાના મકાનોમાં રહીને પણ પોતાના ઘરનું બજેટ સાચવી શકતા નથી તેમના માટે મકાનોના ભાડા પણ કાબૂ બહાર જશે, તે નક્કી મનાય છે.
શહેરી વિસ્તારોમાં ૨૩,૮૪૬ વેલ્યૂઝોન, ગ્રામ્ય વિસ્તારોમાં ૧૭,૧૩૧ ગામોનો ફિલ્ડ સર્વે
જમીનની વિકાસ ક્ષમતા પર અસરકર્તા આનુષંગિક પ્રવર્તમાન પરિબળોને વૈજ્ઞાનિક ઢબે અપનાવી રાયના શહેરી વિસ્તારોમાં વિસ્તારની વિકાસ ક્ષમતા આધારે કુલ–૨૩,૮૪૬ વેલ્યૂઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૭,૧૩૧ ગામોનો ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો. ફિલ્ડ સર્વે માટે જિલ્લાવાર ટેકનીકલ અને વહીવટી સ્ટાફની ટીમ બનાવી, સઘન તાલીમ આપી, સર્વે અને જમીનના ખરેખરા ભાવો નક્કી કરાયા છે.
શહેરી–ગ્રામ્ય વિસ્તારો માટે અલગ–અલગ ભાવો
સ્થાનિક કક્ષાએ પૂછપરછ કરી પ્રવર્તમાન જમીનના દરો મેળવ્યા હતા. આનુષંગિક પરિબળોનું સાપેક્ષ યોગ્ય પૃથ્થકરણ કરી, જરી ફેરફાર કરી મળેલા ભાવોને ધ્યાને લઈ, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લાવાર અલગ–અલગ ભાગમાં વિવિધ હેતુઓ માટેના ભાવોથી તૈયાર થયેલા મુસદ્દાપ જંત્રી અને માર્ગદર્શિકા ૨૦ નવેમ્બર–૨૦૨૪ના વાંધા–સૂચન માટે પ્રસિદ્ધ કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech