મહેસાણાના એક ચિટરે વોટસએપ પર ખોટા પેપર મોકલ્યા બાદ વિશ્ર્વાસઘાત કર્યો આંગડીયા મારફતે રકમ ચુકવી દીધા બાદ ચિટરનો ફોન બંધ
જામનગરમાં બેડી રીંગ રોડ પર રહેતા કરસનભાઈ માલદેભાઈ ચેતરીયા નામના બ્રોકરે કારના વેચાણના બહાને પોતાની સાથે ૪,૧૫,૦૦૦ની છેતરપિંડી કરવા અંગે મહેસાણાના વીસનગર માતીનંદન બંગલો ખાતે રહેતા જગદીશ કારસ ઉર્ફે પિયુષ મહેશ પટેલ સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી કરસનભાઈ ચેતરીયા જેઓ કારની લે-વેંચનો વ્યવસાય કરતા હોવાથી આરોપી જગદીશ પટેલે પોતે ભારતની કાર-૨૪ વાળા તરીકે ઓળખ આપીને ફરીયાદીને બ્રેઝા કાર નં. જીજે૧૦બીઇ-૯૧૭૨ કંપનીની કાર વેચવાની છે. જે કાર જામનગરમાં છે એવી વાત કરી હતી.
કારના વોટ્સએપથી ફોટા અને પેપર્સ વગેરે મોકલાવ્યા હતા. ત્યારબાદ કારના માલિક જામનગરમાં રહેતા તેનો સંપર્ક કરાવ્યો હતો અને કાર બતાવી હતી, તેમજ ફરીયાદી પાસેથી કાર પેટેના ા. ૪.૧૫ લાખ આંગડીયા પેઢી મારફતે મેળવી લઇ ફરીયાદી તથા સાહેદને ખોટી માહિતી આપી છેતરપીંડી-વિશ્ર્વાસઘાત કર્યો હતો.
જે રકમ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કર્યા બાદ તેણે પોતાના જુદા જુદા ત્રણ મોબાઇલ ફોન આપેલા હતા, તે તમામ સ્વીચ ઓફ કરી દીધા હતા. કારના વેચાણની રકમ જગદીશ પટેલે પોતાની પાસે રાખી લીધી હતી, અને કારના મૂળ માલિક ને રકમ આપી ન હતી. તેથી સમગ્ર મામલામાં ચીટીંગ થયું હોવાનું ધ્યાનમાં આવતાં આખરે કરસનભાઈ ચેતરીયાએ પોલીસનો સંપર્ક કર્યો હતો, ભાગી છુટેલા જગદીશ પટેલને શોધી કાઢવા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ પ્રકારે અન્ય સાથે ચિટીંગ થયું છે કે કેમ એ દિશામાં ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
ચિટરે ૧૦ પીયાની નોટના નંબરનો કોડવર્ડ તરીકે ઉપયોગ કર્યો
જામનગરના એક વ્યકિત મહેસાણાના એક ચીટર શખ્સની છેતરપિંડીના શિકાર બન્યા હતા જેમાં તેની સાથે કારના પૈસાની લેતી ના મામલે રૂપિયા ૧૦ ની ચલણી નોટના નંબરનો કોડવર્ડ તરીકે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ટેલીફોનીક કારનો સોદો કર્યા બાદ તેણે ા. ૧૦ની ચલણી નોટરનો વોટસએપમાં ફોટો પાડીને મોકલ્યો હતો તે નંબરના આધારે ૪ લાખ જેવી રકમ આંગડીયા પેઢી મારફતે પોતાના નામે ટ્રાન્ફર કરી લીધી હોવાનું અને તેના અલગ અલગ નંબર સ્વીચઓફ કરીને રફુચકકર થઇ જતા ચિટરની તલાશ કરવામાં આવી રહી છે. ઉપરાંત ચિટર શખ્સ દ્વારા પૈસાની લેતી લેતી કરાઈ હતી, જે અંગેના કેટલાક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જેના વિડીયો ફૂટેજ વગેરે પણ મેળવી લેવાયા છે. જેના આધારે તેને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેકડેમ-તળાવ યોજના વિશ્વ જળસંકટના નિવારણનો સૌથી સફળ આત્મનિર્ભર માર્ગ
March 11, 2025 12:08 PMઝુલેલાલ નગર સહિતના વિસ્તારમાં ધારાસભ્ય ડો.દર્શિતા શાહના હસ્તે વિકાસકામોનો પ્રારંભ
March 11, 2025 12:05 PMહોલીવુડ અભિનેતા સિમોન ફિશર-બેકરનું નિધન
March 11, 2025 11:56 AMઐશ્વર્યા રાયને હેમા માલિની-જયા બચ્ચન બનવાની નેમ
March 11, 2025 11:55 AMજોન અબ્રાહમની 'ડિપ્લોમેટ'માં એક ખાસ ડિસ્ક્લેમર ઉમેરાશે
March 11, 2025 11:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech