મહાકુંભમાંથી પરત ફરતા ગુજરાતીઓને કાળનો ભેટો થયો છે. દાહોદના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના ચાર શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી
પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને કારણે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આધ્યાત્મિક યાત્રાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુ પરિવારો માટે આ ઘટના અત્યંત દુ:ખદ બની રહી છે.
ટ્રાવેલરના ડ્રાઈવરને ઝોકું આવી જતા ઘટના બની
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, ટ્રાવેલરમાં 15 લોકો મુસાફરી કરી રહ્યાં હતા અને અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતા આ ઘટના બની હતી. જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના બનતાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોની ઓળખ કરી હતી. હાઈવે પર જતા અન્ય લોકો પણ મદદમાં જોડાયા હતા અને 108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા, તમામ મૃતદેહની ઓળખ થઈ ગઈ છે તો મૃતદેહને લીમખેડા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા છે, ત્યારે મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે, ત્યારે પોલીસે ટ્રકના ડ્રાઈવરનું નિવેદન લીધું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાના મહિલા કલાકારની ફેક આઈડીમાં વાંધાજનક વીડિયો ક્લિપ અપલોડ કરવા સબબ ફરિયાદ
February 27, 2025 11:45 AMગ્રામીણ ભારત શહેરી ભારત કરતાં શિક્ષણ પર વધુ સમય વિતાવે છે: સર્વે
February 27, 2025 11:45 AMજોખમ: માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રની એનપીએ ૫૦,૦૦૦ કરોડની સર્વેાચ્ચ સપાટીએ પહોંચી
February 27, 2025 11:43 AMજોડીયા નાકા પાસે યુવાનને માર મારનારા શખ્સની થતી અટકાયત
February 27, 2025 11:43 AMસરપંચ પતિની પંચાયતી હવે નહીં ચાલે: દંડ–સજા થશે
February 27, 2025 11:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech