કેશોદના આંબાવાડી વિસ્તારમાં જલારામ મંદિર ખાતે સુરતના ફાઉન્ડેશન દ્રારા વ્હાલી દિકરી વધામણાના નામે ૨૫ વર્ષ સુધીની દીકરીઓને સસ્તા ભાવે સોનાના દાણા ઉપર એક સાથે એક મફત આપવા એમ લોભામણી જાહેરાત કરવામાં આવી હતી. સોની વેપારી દ્રારા ગ્રાહકના સ્વાંગમાં સોનુ મેળવ્યા બાદ તપાસ કરાવતા હલકી ગુણવતાનું સોનુ ધાબડતા હોવાનું ખુલતા વેપારીએ સુરતના ફાઉન્ડેશનના ચાર ઈસમો સામે લોભામણી જાહેરાતના નામે હલકી ગુણવત્તાના સોનાનુ વેચાણ કરવા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય ઈસમોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. યોજનાનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા પરંતુ સોની વેપારીની જાગૃતતાથી સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આ અંગે કેશોદ પોલીસમાંથી પ્રા વિગત મુજબ કેશોદના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને સોનીની દુકાન ધરાવતા જીતેશભાઈ જગજીવનભાઈ પૈડા ની દુકાને એક ગ્રાહક સોનાનો દાણો બતાવવા આવેલ હતો અને જણાવેલ હતું કે આંબાવાડી જલારામ મંદિરે સસ્તા ભાવે સોનાના દાણા નું વેચાણ થઈ રહ્યું છે. જેથી જીતેશભાઈ આંબાવાડી જલારામ મંદિરે ગયેલ હતા અને ત્યાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ, વ્હાલી દીકરીના વધામણા ૧ થી ૨૫ વર્ષની તમામ વ્હાલી દીકરીઓને .૩૯૯ માં નાકના સોનાનો દાણો આપવાની અને એક સાથે એક દાણો ફ્રીમાં આપવાની લોભામની જાહેરાત લખેલ હતી જેથી આ જાહેરાત જોઈ લોકોની લાંબી લાઈનો લાગી હતી. સોની વેપારી દ્રારા સ્થળ પર તપાસ કરતા ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના લોકો આ સોનું વેચતા હતા જેથી વેપારીએ ગ્રાહકના સ્વાંગમાં સોનાના દાણા ની ખરીદી કરી હતી ત્યારબાદ કેશોદમાં આવેલ સિધ્ધનાથ ટચ એન્ડ રિફાઇનરીમાં કેરેટ અને વજનની ચકાસણી કરતા તેમાં ખૂબ જ ઓછી માત્રામાં સાત કેરેટ સોનુ મળી આવેલ હતું અને બે દાણા આ લોકો .૩૯૯ માં વેચતા હતા તે બંને દાણા માંથી ૩૦ ટચનુ ૦.૦૬૭ મિલીગ્રામ સોનું નીકળ્યું હતું જેની બજાર કિંમત માત્ર ૧૫૦ થાય છે. ફાઉન્ડેશનના લોકો વેચાતી બુટ્ટીમાં સોનાનું વજન ઝીરો ટકા હતું. તેમજ આ પ્રકારના સોનુ વેચવા પરવાનગી પણ લીધી નહોતી અને લોભામણી લાલચ આપી લોકોને વેચાણ કરી રહ્યા હતા
સુવર્ણકાર એસો.એ જાગૃતિ બતાવી
સોની વેપારીએ સવર્ણ કાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈને સમગ્ર બાબત અંગે જાણ કરી હતી જેથી જલારામ મંદિરે જઈ સોનાનું વેચાણ કરતા સંદીપ દેવરાજભાઈ મોણીયા, ખુશાલ દેવરાજભાઈ મોણીયા, દેવરાજભાઈ અરજણભાઈ મોણીયા અને વિજયભાઈ ધીભાઈ કુકડીયા ચારેય સુરત ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કામ કરતા હોવાનું જણાવેલ હતું જેથી લોભામણી લાલચ આપી અનેક લોકોને હલકી ગુણવત્તાના સોનાના દાગીનાનું વેચાણ કરવા મામલે સોની વેપારી જીતેશભાઈએ ચારેય ઈસમો સામે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય ઈસમોને ઝડપી લઇ બી એન એસ એકટ અંતર્ગત ૩૧૮(૨),૩૧૮(૩),૬૧(૨) હેઠળ ગુનો નોંધી તેઓની સાથે અન્ય કોઈ ની સંડોવણી છે કે કેમ તે મામલે પૂછપરછ શ કરવામાં આવી છે આ અંગે વધુ તપાસ કેશોદ પીએસઆઇ મહેતાએ હાથ ધરી છે.
તોલમાપ ખાતું નિંદ્રાધીન અવસ્થામાં
જુનાગઢ જિલ્લ ામાં તોલમાપ ખાતુ જાણે કે નિંદ્રાધીન અવસ્થામાં હોય તેમ હલકી ગુણવત્તાના ડુપ્લીકેટ ઓછા વજનવાળી ચીજોના વેચાણ તથા એમ આર પી કરતા પણ વધુ કિંમતોએ ચીજોના વેચાણ દ્રારા લોભિયા તત્વો લોકોને છેતરી રહ્યા છે.પરંતુ તત્રં દ્રારા કોઈપણ ચેકિંગ અને કાર્યવાહી કરવી હોવાનું સામે આવ્યું નથી. કેશોદમાં યોજનાના નામે મસ મોટી જાહેરાતના બેનર લગાવી પરવાનગી વગર વેચાણ થતું હતું. લોકો ખરીદી કરવા કતારો લગાવી રહ્યા હતા. સ્કીમ ના નામે એક સાથે એક ચીજો અપાતી હોવાનું સામે આવતું હોવા છતાં પણ સરકારી કચેરીમાં બેસીને કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓના વાંકે લોકો છેતરાઈ રહ્યા છે. જુનાગઢ જિલ્લ ામાં આવા અનેક લેભાગુ તત્વો અસલીના નામે ઓછા વજન આપી હલકી ગુણવત્તાની ચીજો આપી રહ્યા છે ત્યારે તોલમાપ ખાતું આળસ ખંખેરી વધુ તપાસ હાથ ધરે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.
સુરત ભલાઈ ફાઉન્ડેશને અન્ય શહેરોના ભાવિકોને છેતર્યા
સોની વેપારી અને સુવર્ણકાર એસોસિએશનની સતર્કતાથી હલકી ગુણવત્તાનો સોનું વેચાણ કરવા આવેલ ટોળકી ઝડપાઈ છે. પોલીસ દ્રારા જાહેરાતમાં દર્શાવેલા અન્ય બે મોબાઈલ નંબરની પણ તપાસ શ કરવામાં આવી છે સમગ્ર મામલે કેશોદ સ્થાનિક અને સુરતના પણ હજુ વધુ અન્ય ઈસમોની સંડોવણી અને સૌરાષ્ટ્ર્ર વ્યાપી ગોરખધંધો હોવાની શકયતા પણ નકારી શકાતી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં 36 મામલતદારોની બદલી અને બઢતી...જૂઓ લીસ્ટ
January 09, 2025 11:25 PMFire in Los Angeles: બળીને રાખ થઈ જશે હોલીવુડ...કેલિફોર્નિયામાં જંગલની આગથી ભારે તબાહી...જૂઓ ફોટો
January 09, 2025 11:06 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, 80 વર્ષના વૃદ્ધ પણ સંક્રમિત
January 09, 2025 11:03 PMમોરબીમાંથી રૂપિયા 2.65 લાખની ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ
January 09, 2025 11:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech