જેતપુરના નવાગઢમાં પટેલ ચોક પાસે રહેતા સાડીના વેપારીના મકાનમાંથી રૂપિયા ૪.૩૧ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી યાના બનાવમાં જેતપુરની ઉદ્યોગનગર પોલીસે સીસીટીવી કેમેરાને આધારે હા ધરેલી તપાસમાં પાડોશી મહિલા સહિત બેની અટક કરી મોટાભાગનો મુદામાલ કબજે કરી બંનેને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હા ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરના નવાગઢમાં પટેલ ચોક પોસ્ટ ઓફિસ નજીક રહેતા અને અપ્સરા પ્રિન્ટ નામે દુકાન ધરાવતા પરેશ બાબુભાઈ સાવલિયા (ઉ.વ ૪૪) દ્વારા જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
તેમાં ગત તારીખ ૧૮/૫ ના સવારના ૬:૦૦ વાગ્યે વેપારી અને તેમના પત્ની જામકંડોરણા તાલુકાના બાલાસર ગામે વ્યવહારિક કામ માટે ગયા બાદ પાંચેક વાગ્યે પરત ફર્યા હતા. ત્યારે તેમના પત્નીએ પહરેલા દાગીના કબાટની તિજોરીમાં મૂકી દીધા હતા. બાદમાં તારીખ ૨૦/૫ ના બપોરના તેમના પત્નીએ કબાટની તિજોરી ખોલતા અંદર રાખેલા સોનાના દાગીના જોવા ન મળતા વેપારી દ્વારા સોનાની માળા, સોનાની બંગડી, કાનની સર, સોનાના પેન્ડલ સહિતનો ચેન, ચાંદીનો કંદોરો સહિત કુલ રૂપિયા રૂપિયા ૪,૩૧,૮૯૭ ના દાગીના ચોરી ઈ ગયાની જેતપુરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે મકાનના દરવાજાના તાળા તોડવામાં આવ્યા ન હોય કે સામાન વિરવિખેર યો ન હોય ચોરીમાં કોઈ જાણ ભેદુનો હા હોવાની શંકા સેવાય રહી હતી. પીએસઆઇ કે.એસ.ગરચર તા તેમની ટીમે તપાસ હા ધરી હતી, તેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી હા ધરેલી તપાસમાં આધારે પાડોશમાં રહેતા મહિલા સહિત બેને સંકજામાં લઈ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
જેમાં પકડાયેલા અંકિતા ડોટર ઓફ ગોવિંદભાઈ ગોગનભાઈ ખોડા અને કૃપાલ ઉર્ફે વિમલ બટુકભાઈ શાહ (બંને રહેવાસી નવાગઢ)ને ઝડપી લઇ તેમની પાસેી સોનાની માળા નંગ એક કિંમત રૂપિયા ૨,૨૨,૩૧૨, કાનની સોનાની સર નંગ બે કિંમત રૂપિયા ૯૨,૬૦૦, સોનાની બંગડી પાટલા નંગ ચાર, સોનાનો ચેન, ચાંદીનો કંદોરો વગેરે મુદ્દામાલ કબજે કરી આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવી હતી. આ કામગીરીમાં જેતપુર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ સંજયભાઈ પરમાર, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઇ વરુ, રિઝવાન સિંજાત, કિરીટભાઈ ખાચર, વલ્લ ભભાઈ બાવળીયા, કોન્સ્ટેબલ મીરલભાઈ ચંદ્રવાડીયા, ચેતનભાઇ ઠાકોર વગેરે રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech