મેનેજર, એકાઉન્ટન્ટ અને વોર્ડ ઓફિસરની ૧૫ જગ્યા માટે મનપામાં ૩૯૪૭ અરજીઓ આવી

  • March 29, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા લગભગ છેલ્લા છ મહિનાથી વિવિધ શાખાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શ કરવામાં આવી છે જે અંતર્ગત તાજેતરમાં મેનેજર, એકાઉન્ટન્ટ અને વોર્ડ ઓફિસરની કુલ ૧૫ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ માટે અરજી કરવાની મુદ્દત તા.૨૬ માર્ચના રોજ પૂર્ણ થઇ છે ત્યાં સુધીમાં કુલ ૩૯૪૭ અરજીઓ આવી હોવાનું જાણવા મળે છે.
વધુમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ મેનેજરની આઠ જગ્યા માટે સૌથી વધુ ૨૯૨૨ અરજી, વોર્ડ ઓફિસરની ત્રણ જગ્યા માટે ૫૯૯ અરજી, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની ત્રણ જગ્યા માટે ૩૫૮ અરજી અને ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની એક જગ્યા માટે ૬૮ અરજીઓ આવી છે. આ અંગેની ભરતી પ્રક્રિયા આગળ વધે તે પૂર્વે લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થઇ જતા હાલના તબક્કે ભરતી પ્રક્રિયા સ્થગિત થઇ છે, હવે આચારસંહિતા પૂર્ણ થયેથી ઉપરોકત પોસ્ટ સહિતની ખાલી પડેલી જગ્યાઓ માટેની ભરતીની કાર્યવાહી આગળ વધશે. ઓફિસર લેવલની ઉપરોકત પોસ્ટ માટે હાલથી જ રાજકીય ભલામણોનો મારો શ થઇ ગયો છે, જો કે ભરતીમાં મેરિટ આધારિત જ પસંદગી થતી હોય છે તેમ છતાં અરજદારો તક ચૂકવા ઇચ્છતા ન હોય સૌએ પોતાની રીતે લાગવગ લગાડવા માટેની દોડધામ શ કરી હોવાનું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application