નિર્મલા સિતારમણે બજેટમાં કેન્સરની દવાઓ સસ્તી કરવાની જાહેરાત કરી હતી. આગામી 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. આવા 200 કેન્દ્રો આગામી નાણાકીય વર્ષમાં જ બનાવવામાં આવશે. બજેટમાં 36 જીવરક્ષક દવા પરથી કસ્ટમ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે.
બજેટમાં નાણામંત્રીએ આરોગ્ય વિભાગમાં ઘણી સુવિધાઓ પૂરી પાડી છે. નાણામંત્રીએ બજેટ રજૂ કરતી વખતે અનેક જાહેરાતો કરી છે. જેમાં કેન્સર હોસ્પિટલમાં ડે-કેર શરૂ કરવામાં આવશે, ભારતમાં મેડિકલ ટુરિઝમ માટે સરળ વિઝા આપવામાં આવશે. કેન્સર જેવા ખતરનાક રોગની સારવાર આસાનીથી થશે. કેન્સર અને અન્ય ગંભીર રોગોની દવાઓના ભાવમાં પણ ઘટાડો થશે. સારવાર દરમિયાન દવાની કિંમતના કારણે સામાન્ય લોકોને આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. નિર્મલા સીતારમણે આ બજેટમાં કેન્દ્ર સરકારે રાજ્યોની સાથે મળીને ગામડાઓમાં સામાન્ય લોકોને સ્વાસ્થ્ય સુરક્ષા પૂરી પાડવા માટે 200 કેન્સર ડે કેર સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે. આ ગામડાના દર્દીઓની પ્રારંભિક તપાસમાં મદદ કરશે.
બિન-ચેપી રોગો અને ચેપી રોગોના વધતા બોજ સાથે ભારત વધતી જતી આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને જીનોમ સિક્વન્સિંગ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક છે. સરકારે કેન્સરની ત્રણ મુખ્ય દવાઓ પર જીએસટી ઘટાડ્યો છે. જેમાં ટ્રેસ્ટુઝુમાબ ડેરક્સટેકન, ઓસિમેર્ટિનિબ અને દુર્વાલુમબનો સમાવેશ થાયે છે
થેરાપીને કેન્સરની સારવારના અદ્યતન સાધનો જેવા કે, દવાઓ તેમજ રેડિયોથેરાપી મશીનો અને રોબોટિક્સ સુધી લંબાવવી જોઈએ. જેમાંથી મોટાભાગની કસ્ટમ્સ ડ્યુટી લગભગ 37% છે. આના પર ફી માળખાને તર્કસંગત બનાવવાથી દેશમાં કેન્સરની સારવારના ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે. ભારતમાં હેલ્થકેરને બદલવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. બજેટમાં સરકારે ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ ટેલિમેડિસિન અને ડિજિટલ હેલ્થ રેકોર્ડ ફરજિયાત બનાવવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દેશના ગ્રામીણ વિસ્તારોના દર્દીઓને મોટા શહેરોમાં ડોક્ટરો પાસેથી સલાહ લેવાની સુવિધા સરળતાથી મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech