ચૂંટણી પહેલાની છેલ્લી સ્ટે. કમિટીમાં રુા. ૩પ.૬૩ કરોડના કામો મંજુર

  • March 15, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર-ખંભાળીયા રોડ ઉપર રુા. ર.૯૮ કરોડના બનશે સીવીક સેન્ટર: શરુ સેકશન રોડ પહોળો કરવા અને સત્યસાઇ સ્કૂલ તરફનો રસ્તો ડીપી કપાતમાં હોય ભલામણ સાથે જનરલ બોર્ડમાં દરખાસ્ત મોકલાઇ: ટીપી રસ્તાઓમાં મેટલ રોડ કરવા રુા. ૧૦૭.૯૩ કરોડ અને વોર્ડ નં. પ માં ૧પ૯.૧પ લાખના ખર્ચે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ બનાવાશે

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા છેલ્લી સ્ટેન્ડીંગ કમિટી ગઇકાલે મળી હતી, જેમાં જામનગર-ખંભાળીયા રોડ ઉપર રુા. ર.૯૮ કરોડના ખર્ચે સીવીક સેન્ટર બનાવવા, ટીપી સ્કીમ નં. ૧ માં મળેલી જમીન મનપાને ફાળવવાની દરખાસ્ત જનરલ બોર્ડમાં મોકલી આપવા નિર્ણય કરાયો હતો, જ્યારે કમિટીએ રુા. ૩પ.૬૩ લાખના કામો મંજુર કર્યા હતા.
જામનગર મહાનગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠક ચેરમેન નિલેષ કગથરાના અઘ્યક્ષસ્થાને મળી હતી, જેમાં મેયર વિનોદ ખીમસૂર્યા, કમિશ્નર ડી.એન. મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની સહિત ૧૦ સભ્યો હાજર હતા, આ મિટીંગમાં શરુ સેકશન રોડ ૩૦ મીટર પહોળાઇ, ડીપી રોડ તથા શરુ સેકશન રોડથી સત્યસાઇ સ્કૂલ તરફ ૧૮ મીટર પહોળા ડીપી રોડમાં કપાત થતી જમીન સામે ટીપી સ્કીમ નં. ૧ (જેએમસી) ના વિસ્તારમાં કોર્પોરેશનને પ્રાપ્ત થયેલ અંતિમ ખંડ-૧ અથવા ૩ ની જમીન ફાળવવાની દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મૂકીને દરખાસ્ત મંજુર કરાઇ હતી.
આ ઉપરાંત સ્વર્ણિય જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત આઉટગ્રોથ એરીયાની ર૦રર-૨૩ ની ગ્રાન્ટમાંથી ટીપી રસ્તામાં મેટલ રોડ બનાવવા રુા. ૧૦૭.૯૩ લાખ, વોર્ડ નં. ૧૧ માં મહાપ્રભુજીની બેઠક હયાત રોડથી જળઘોડા થઇ ૪પ મીટરવાળા હાપા માર્કેટીંગ યાર્ડને ટચ થતાં રુા. ૧૯૦.૮૬ લાખ તેમજ વોર્ડ નં. ૧૧ માં સીસી રોડ બનાવવા માટે રુા. ૧૬૪.૧૯ લાખ, વોર્ડ નં. ૧૧ માં સીસી રોડ બનાવવા માટે રુા. ૧૧૮.રપ લાખ, વોર્ડ નં. ૧૬ માં સીસી રોડ બનાવવા માટે રુા. ૧૭૦.૯પ લાખ, તેમજ વોર્ડ નં. ૭ માં ખંભાળીયા રોડ પર સીવીક સેન્ટર બનાવવા રુા. ર૯૮.૯૦ લાખ મંજુર કરાયા હતા.
સ્ટે. કમિટીએ વોર્ડ નં. ૧૦ માં અલગ અલગ જગ્યાએ સીસી રોડ બનાવવા માટે રુા. ૧૮૭.રર લાખ તેમજ વોર્ડ નં. ૧૦ માં વિવિધ સ્થળોએ સીસી રોડ બનાવવા માટે રુા. ૧૭પ.૦૯ લાખ થઇ કુલ ૩પ કરોડ ૬૩ લાખ મંજુર કરાયા હતા, રણમલ લેક, ખંભાળીયા ગેઇટ, જ્યુબીલી ગાર્ડન, કલીનીંગ કરવા માટે અનુક્રમે ૪૩.૧ર લાખ, ૧૩.૩૩ લાખ ઉપરાંત વોર્ડ નં. પ માં શેરી નં. ૧ થી ૪ માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા રુા. ૧પ૯.૧પ લાખ, વોર્ડ નં. ર માં મેહુલ પાર્ક ગેઇટ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા રુા. પ૬.પ૯ લાખ અને વોર્ડ નં. ૧૦, ૧૧, ૧ર માં ગટર વેસ્ટના કામ માટે રુા. ૧૫ લાખ મંજુર કરાયા હતા.
ગઇકાલે મળેલી સ્ટે. કમિટીમાં ર૦ર૧-૨૨ અને ર૦૨૨-૨૩ ની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૧ માં ગુલાબનગર સીન્ડીકેટ સોસાયટી, બચુ પીપરીયાની વાડીમાં પ્રાર્થના હોલ બનાવવા માટે ૬૩.ર૩ લાખ, વોર્ડ નં. પ માં સીસી રોડ બનાવવા માટે રુા. ૧૮.ર૮ લાખ, વોર્ડ નં. ર માં મરીન પોલીસ ચોકીથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સુધી સીસી રોડ બનાવવા માટે રુા. ૧૭૦.૩૧ લાખ, આંતર માળખાકીય સુવિધા માટે ર૦ર૩-૨૪ ગ્રાન્ટમાંથી ટીપી રસ્તામાં મેટલ રોડ બનાવવા માટે રુા. ૩૦૪.૪૦ લાખ, વોર્ડ નં. ૬ માં સીસી રોડ અને પેવર બ્લોક માટે રુા. પ૬.૩૬ લાખ, વોર્ડ નં. ૧ માં સીસી રોડ અને પેવર બ્લોકના રુા. પપ.૮૮૯ લાખ, સોલીડ વેસ્ટ શાખા માટે ૬ ટ્રોલી વીથ ટ્રેકટર ખરીદવા રુા. ૬૯ લાખ, વોર્ડ નં. ૬ માં સીસી રોડ બનાવવા ર૦.ર૭ લાખ, વોર્ડ નં. ૧ર માં સીસી રોડ માટે રુા. ૪૩.૧૧ લાખ મંજુર કરાયા હતા.
આ ઉપરાંત વોર્ડ નં. ૧ માં સીસી રોડ બનાવવા ર૮.રપ લાખ, વોર્ડ નં. ૩ માં શેરી નં. ૯ માં સીસી રોડ બનાવવા રુા. ૩૯.ર૬ લાખ, વોર્ડ નં. ૪ માં સીસી રોડ બનાવવા ર૭.પ૪ લાખ અને રુા. ૪૦.પ૭ લાખ, વોર્ડ નં. ૧ર માં સીસી રોડ માટે રુા. ૯.૭૭ લાખ, વોર્ડ નં. ૧ર માં સીસી રોડ બનાવવા માટે રુા. ૧૮.૯૦ લાખ, વોર્ડ નં. ૧૩ માં ત્રણ સ્થળોએ સીસી રોડ બનાવવા રુા. ૧૩૮.રપ લાખ, વોર્ડ નં. ૩ માં સીસી રોડ બનાવવા ર૧.૧૯ લાખ અને વોર્ડ નં. ૬ માં રુા. રપ.૯ર લાખ, વોર્ડ નં. ૧પ માં ૩૭.૭૪ લાખ, વોર્ડ નં. ૭ માં ૪૩.૭૪ લાખ મંજુર કરાયા હતા.
સ્ટે. કમિટીએ વિવિધ રસ્તાના કામો મંજુર કર્યા છે, તેમાં વોર્ડ નં. ૧૬ માં ૧૭૭.૦પ લાખ, વોર્ડ નં. ર માં ર૮.ર૭ લાખ, વોર્ડ નં. ૮ માં ૪૧.૪ર લાખ, વોર્ડ નં. ૧ થી ૮ માં ગાર્ડન માટે ટ્રેકટર ટ્રોલીના રુા. ૧૭.પ૦ લાખ અને વોર્ડ નં. ૯ થી ૧૬ માં આ જ પ્રમાણે ૧૭.પ૦ લાખ મંજુર કર્યા છે, વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧ર, ૮, ૧પ અને ૧૬, ર, ૩ અને ૪ માટે વોટર ટેન્કરથી સાઇડ પ્રી પ્લાન્ટેશન માટે રુા. ૭.પ૦ લાખ, વોર્ડ નં. ૧, ૬, ૭, પ, ૯, ૧૩ અને ૧૪ માટે રુા. ૭.પ૦ લાખ, વોર્ડ નં. ૧૦, ૧૧, ૧ર, ૮, ૧પ, ૧૬, ર, ૩, ૪, ૧,  ૬, ૭, પ, ૯, ૧૩ અને ૧૪ માટે રુા. ૭.પ૦ લાખ, પ્રીન્ટીંગ કામ માટે રુા. ૮ લાખ, બેડેશ્ર્વર વિસ્તારમાં ગિરીરાજ ઓઇલ મીલ પાસે રસ્તો બનાવવા રુા. પપ.૪૧ લાખ, વોર્ડ નં. ૧ર અને ૧૬ માં સીવર કલેકટીંગ પાઇપ ગટર માટે રુા. ૩ર લાખ, વોર્ડ નં. ૧૬ માં સ્ટ્રોમ વોટર પાઇપલાઇન માટે રુા. ૧ર.૯પ લાખ અને ર૦ર૩-૨૪ ની શહેરી સડક યોજનાની ગ્રાન્ટમાંથી રુા. ૩ર૦.૪૬ લાખ બે રસ્તા માટે મંજુર કરાયા હતા.
વિદ્યોતેજક મંડળને રુા. બે લાખની સહાય આપવા નિર્ણય કરાયો હતો, રણમલ તળાવ પાસે શોપ નં. ૭ ને ૧.૦ર લાખના વાર્ષિક લીઝ ભાડેથી આપવા, શોપ નં.પ અને ૮ માં રુા. ૧.૦પ લાખ, વોર્ડ નં. ૧ર માં સીસી રોડ બનાવવા રુા. ૮.૯૯ લાખ અને વોર્ડ નં. ૧૦ માં સીસી રોડ બનાવવા ૧૮૭.રર લાખ, વોર્ડ નં. ૧ર માં સીસી રોડના ર૧.૯૭ લાખ, વોર્ડ નં. ૧ર માં ૩.૯૯ લાખ અને વોર્ડ નં. ૧૦ માં ૧૭પ.૦૯ લાખ સીસી રોડ માટે મંજુર કરાયા હતા.
એમ્યુઝમેન્ટમાં સીક્યુરીટી કલીનીંગ, ગાર્ડનીંગ અને કોમ્પ્પ્યુટર ઓપરેટર માટે મંજુર થયેલ ભાવે કામગીરી કરાવવા અને જામરણજીતસિંહ પાર્કમાં મંજુર થયેલ પાર્ટી પાસે કામ કરાવવા, રણમલ તળાવ, લાખોટા મ્યુઝીયમમાં રી ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હયાત પાર્ટી પાસે કામ કરાવવા નિર્ણય કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application