જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વેરા વસુલાતની ઝુંબેશને ખૂબ જ વેગવંતી બનાવી દેવામાં આવી છે અને ગઈકાલે એક જ દિવસમાં કુલ ૧૨૬ આસામીઓ પાસેથી બાકી રોકાતો રૂપિયા ૩૪ લાખ થી વધુનો વેરો વસૂલ કરી લેવામાં આવ્યો છે, જ્યારે ચાર મીરકતોને સીલ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા વિભાગની જુદી જુદી ચાર ટુકડીઓ બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારમાં વેરો વસૂલવા માટે ની ઝુંબેશને ખૂબ જ વેગવંતી બનાવી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલે વોર્ડ નં.૧ માં ૧ આસામી પાસેથી રૂ.૩૪,૬૬૦ની બાકી રોકાતી રકમ વસુલ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત, વોર્ડ નં.૨ માં ૭ આસામીઓ પાસેથી રૂ.૧,૪૦,૬૧૭, વોર્ડ નં.૩ માં ૧૭ આસામીઓ પાસેથી રૂ.૨,૩૫,૬૮૧, વોર્ડ નં.૪ માં ૧૦ આસામીઓ પાસેથી રૂ.૨,૦૯,૦૦૯ની રકમ વસુલ કરાઈ છે.
આ ઉપરાંત વોર્ડ નં.૫ માં ૩૪ આસામીઓ પાસેથી રૂ.૬,૮૩,૬૮૫, વોર્ડ નં.૬ માં ૬ આસામીઓ પાસેથી રૂ.૧,૯૮,૫૮૪, વોર્ડ નં.૭ માં ૮ આસામીઓ પાસેથી રૂ.૧,૫૦,૨૩૮, વોર્ડ નં.૮ માં ૨ આસામીઓ પાસેથી રૂ.૧૯,૯૦૯, વોર્ડ નં.૧૦ માં ૧૫ આસામીઓ પાસેથી રૂ.૨,૫૬,૬૧૯, વોર્ડ નં.૧૧ માં ૨ આસામીઓ પાસેથી રૂા.૫૨,૯૨૦ ની રકમ વસૂલી લેવામાં આવી છે.
તે જ રીતે વોર્ડ નં.૧૨ માં ૩ આસામીઓ પાસેથી રૂ.૬૬,૨૭૩, વોર્ડ નં.૧૩ માં ૧૬ આસામીઓ પાસેથી રૂ.૫,૯૦,૯૪૩, વોર્ડ નં.૧૪ માં ૩ આસામીઓ પાસેથી રૂ.૧,૦૮,૦૭૧, વોર્ડ નં.૧૫ માં ૮ આસામીઓ પાસેથી રૂ.૨,૧૯,૧૪૩, વોર્ડ નં.૧૬ માં ૩ આસામીઓ પાસેથી રૂ.૭૨,૨૭૦ વોર્ડ નં.૧૭ માં ૧૭ આસામીઓ પાસેથી રૂ.૩,૧૦,૯૫૬, વોર્ડ નં.૧૮ માં ૪ આસામી પાસેથી રૂ.૫૩,૧૩૦ અને વોર્ડ નં.૧૯ માં આસામીઓ પાસેથી રૂ.૮૧,૬૫૦ ૬ સહિત કુલ-૧૬૦ આસામીઓ પાસેથી બાકી રોકાતી રૂ.૩૪,૮૪,૩૫૮ ની વસુલાત કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૭ માં બે મિલ્કત ધારકોએ રૂ.૫૯,૯૩૬ નો વેરો ભર્યો ન હોવાથી તેમજ વોર્ડ નં.૧૩ માં પણ બે મિલ્કત ધારકોએ પોતાનો રૂ.૪૧,૪૩૮ નો વેરો ભર્યો ન હોવાથી ઉપરોક્ત ચારેય મિલ્કતો સિલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMચેટજીપીટીએ માણસની જેમ સામેથી પ્રશ્ન પૂછતા યુઝર થયો આશ્ચર્યચકિત
September 20, 2024 01:17 PMમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech