રાજ્યસભાના ૩૧ ટકા સાંસદો પાસે ૧૦૦ કરોડથી વધુ સંપત્તિ

  • August 19, 2023 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વર્તમાન રાજ્યસભાના ૧૨ ટકા સાંસદો અબજપતિ છે અને તેમાં સૌથી વધુ સાંસદો આંધ્રપ્રદેશ અને તેલંગાણાના છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમ્ર્સ એટલે કે એડીઆર દ્રારા એક રીપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.એડીઆરએ રાજ્યસભાના ૨૩૩માંથી ૨૨૫ સાંસદોની ગુનાહિત, આર્થિક અને અન્ય પૃભૂમિની તપાસ કર્યા બાદ આ માહિતી શેર કરી છે. રાજ્યસભામાં હાલમાં એક સીટ ખાલી છે.

એડીઆરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આંધ્રપ્રદેશના કુલ ૧૧ રાયસભા સાંસદોમાંથી ૫ અબજપતિ છે. આ આંકડો રાયમાંથી આવતા કુલ સાંસદોના ૪૫ ટકા છે. યારે તેલંગણાના ૭માંથી ૩, મહારાષ્ટ્ર્રના ૧૯માંથી ૩, દિલ્હીના ૩માંથી ૧, પંજાબના ૭માંથી ૨, હરિયાણાના ૫માંથી ૧ અને મધ્યપ્રદેશના ૧૧માંથી ૨ સાંસદોએ પોતાની સંપતિ ૧૦૦ કરોડ પિયાથી વધારે જણાવી છે. યુપીના ૩૦ સાંસદોની સંપત્તિ ભેગી કરીએ તો પણ તેલંગાણાના ૭ સાંસદોથી ઓછી આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા આંકડાઓ શેર કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો તેલંગાણાના સાતેય રાયસભા સાંસદોની સંપત્તિ ભેગી કરવામાં આવે છે.


તો આ આંકડો ૫,૫૯૬ કરોડ પિયા સુધી પહોંચે છે. બીજી તરફ જો આંધ્રપ્રદેશના તમામ ૧૧ સાંસદોની સંપત્તિની એક સાથે ગણતરી કરીએ તો ૩,૮૨૩ કરોડ પિયા થાય છે. ઉત્તર પ્રદેશના તમામ ૩૦ સાંસદોની કુલ સંપત્તિ ૧,૯૪૧ કરોડ છે, જે આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના સાંસદોની તુલનામાં સંખ્યાબળમાં તો ઘણા વધારે છે, પરંતુ સંપત્તિ ઘણી ઓછી છે.
૭૫ સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા, બેની સામે હત્યાના કેસ એડીઆરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાયસભાના ૨૨૫ વર્તમાન સાંસદોમાંથી ૭૫એ તેમની વિદ્ધ અપરાધિક મામલાનો ઉલ્લેખ કર્યેા છે. ૪૧એ ગંભીર ગુનાના કેસોની માહિતી શેર કરી છે અને બેએ હત્યાના કેસોની માહિતી પણ શેર કરી છે. રાયસભાના ચાર સાંસદોએ પણ તેમના સોગંદનામામાં તેમની સામે નોંધાયેલા ગુનાનો ઉલ્લેખ કર્યેા છે.
ભાજપને ૮૫માંથી ૨૩, કોંગ્રેસને ૩૦માંથી ૧૨, તૃણમૂલ કોંગ્રેસને ૧૩માંથી ૪, રાષ્ટ્ર્રીય જનતા દળને ૬માંથી ૫, કમ્યુનિસ્ટ પાર્ટી આફ ઈન્ડિયા–માર્કસવાદીને ૫માંથી ૪, આમ આદમી પાર્ટીને ૧૦માંથી ૩, વવાયએસઆરપીને ૩માંથી એનસીપીના ૩માંથી ૯ અને ૨ સાંસદોએ તેમના સોગંદનામામાં તેમની સામે નોંધાયેલા ફોજદારી કેસોનો ઉલ્લેખ કર્યેા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application