રવિવારે ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ૩૧ લોકોના મોત થયા હતા, યારે કાર નદીમાં ડૂબી જતાં એક પરિવારના નવ લોકો વહી ગયા હતા. ચાર રાયોમાં ઓછામાં ઓછા આઠ લોકો લાપતા છે. રાજસ્થાન, ખાસ કરીને જયપુર અને ભરતપુરમાં ચોમાસાની અસર સૌથી વધુ જોવા મળી છે, યાં ૧૭ લોકોના મોત થયા છે અને પાંચ લોકો ગુમ થયા છે.
ભરતપુરના બાણગંગા પાસે રીલ માટે પોઝ આપી રહેલા સાત યુવકો નદીમાં પડી ગયા અને તેમની નીચેની જમીન ધસી પડતાં તેમના મૃત્યુ થઈ ગયા. ઝુંઝુનુમાં ત્રણ યુવકો કાદવમાં ફસાયા બાદ તળાવમાં ડૂબી ગયા. કરૌલી જિલ્લામાં રવિવારે રેકોર્ડ ૩૮૦ મીમી વરસાદ સાથે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, આ દરમ્યાન પાડોશીના ઘરનો એક ભાગ બાજુના ઘર પર પડતાં એક વ્યકિત અને તેના ૧૦ વર્ષના પુત્ર જિયાનું મૃત્યુ થયું હતું.
જોધપુરમાં ટ્રેકિંગ ટ્રીપ દરમિયાન કોઈલાના તળાવમાં ડૂબી જતા ૧૭ વર્ષના કિશોર સહિત પાંચના મોત નોંધાયા હતા. ભારે વરસાદને કારણે સમગ્ર રાજસ્થાનમાં વ્યાપક નુકસાન અને વિક્ષેપ સર્જાયો હતો. સીએમ ભજનલાલ શર્માએ રવિવારે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને અસરગ્રસ્તોને સમયસર સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો.
પંજાબના હોશિયારપુરમાં હિમાચલ પ્રદેશની સરહદ પર આવેલા જૈજોન દોઆબા ગામમાં ઇનોવા પસાર થઈ રહી હતી તે સમયે નવ લોકોના મોત થયા હતા. કેટલાક સ્થાનિકોના જણાવ્યા મુજબ, એસયુવી ડ્રાઇવરે બુલડોઝરને નદીમાં પ્રવેશતા અને તેને પાર કરતા જોયું, ત્યારબાદ તેણે નદીના ઐંડાણનો ખોટો અંદાજ લગાવ્યો. એક કિશોરને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ બે હજુ પણ લાપતા છે. પીડિતો હિમાચલના ઉના જિલ્લાના હોશિયારપુરમાં લમાં જઈ રહ્યા હતા.
એક સ્થાનિકના જણાવ્યા અનુસાર, તેજ પ્રવાહમાં ઇનોવા કાર વહી ગઈ. અમારામાંથી બે–ત્રણ લોકોને તરત જ દોરડું લેવા દોડી ગયા અને બુલડોઝર ચાલકે તેમની પાસે પહોંચવાનો પ્રયાસ કર્યેા, પરંતુ જોરદાર કરંટને કારણે પીછેહઠ કરવી પડી. મનોજ કુમાર શર્મા નામના ગ્રામીણે જણાવ્યું કે, વાહનમાં સવાર લોકો વહી ગયા હતા, પરંતુ એક કિશોર નદી કિનારે ગયો હતો અને અમે તેને બહાર કાઢો હતો. શર્માના કહેવા અનુસાર, તે અન્ય લોકોને વહી જતા જોઈ શકતો હતો, પરંતુ કઈં કરી શકયો નહીં. લગભગ એક કિલોમીટર દૂર ઝાડીઓમાં પાંચ મૃતદેહો ફસાયેલા મળી આવ્યા હતા અને ચારને બાદમાં બહાર કાઢવામાં આવ્યા હતા. હોશિયારપુરના ડીસી કોમલ મિત્તલે કહ્યું કે, એનડીઆરએફની ટીમ ગુમ થયેલા બે લોકોની શોધ કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે ત્રણ છોકરીઓના મોત થયા છે અને એક વ્યકિત લાપતા છે. જેના કારણે ૨૮૦થી વધુ રસ્તાઓ બધં થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ૪૫૮ વીજળી અને ૪૮ પાણી પુરવઠા યોજનાઓ પ્રભાવિત થઈ છે. ઉત્તર પ્રદેશના જાલૌનમાં ભારે વરસાદને કારણે જિલ્લાના કોચ વિસ્તારમાં એક મકાનની છત ધરાશાયી થતાં એક મહિલા અને તેના સાત વર્ષના પુત્રનું મોત થયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMપ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની હાલત પાતળી, ભારત પાસે 83 રનની લીડ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMપ્રાકૃતિક કૃષિમાં પાકને પાણી એટલું જ આપવું જોઈએ જેનાથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે
November 22, 2024 04:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech