ભાસ્કર–પરેશ અપહરણ, ખંડણી કેસમાં ૩૧ આરોપીઓનો છૂટકારો

  • January 01, 2025 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાસ્કર–પરેશ અપહરણ, ખંડણી કેસમાં ૩૧ આરોપીઓનો છૂટકારો
રાજકોટ સહિત ગુજરાતભરમાં ચકચાર જગાવનારા ૨૪ વર્ષ પહેલાના ખંડણી ઈરાદે ભાસ્કર–પરેશ અપહરણ પ્રકરણનો કેસ ૨૩ વર્ષ બાદ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યા બાદ એડિશનલ સેશન્સ જજ ડી.એસ.સીંઘે ફાસ્ટ ચલાવીને ગઈકાલે આ કેસના તમામ ૩૧ આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો હતો.
આ કેસની હકીકત મુજબ  દુબઈ સ્થીત માફીયા ગેંગ સાથે પુર્વયોજીત  કાવત રચી ભારત મુફતી ગેંગના માણસો ધ્વારા શહેરના યાજ્ઞિક રોડ નજીક આવેલ યુરોપિયન જીમખાના પાસેથી તા.૧૨૧૧૨૦૦૦ ના રાત્રિના ૨:૪૫ કલાકે  પરેશ–ભાસ્કરનુ  રીવોલ્વર, પીસ્તોલ જેવા હથિયારો બતાવી કારમા  અપહરણ કરી જુનાગઢ સ્થિત પોલ્ટ્રી ફાર્મ અને  ત્યાંથી વિસાવદર સતારભાઈ ના ડેલામા ત્યાથી અમરેલી તેજશ ડેરના મકાનમાં ત્યાથી ચાવડં ગામમાં ભુપત કનારાના મકાનમા ત્યાથી રાજપીપળા લેનીન ઉર્ફે પે વસાવાના મકાનમા ત્યાથી થવા ફડીયા મુકામે ધર્મેન્દ્ર વસાવાના મકાનમા ત્યાથી દિલ્હી મુકામે  સુભાષ વ્યાસના મકાનમા એ રીતે તા.૧૨૧૧૨૦૦૦ થી તા.૨૬૧૧૨૦૦૦ સુધી બંધક રાખી વાલીયા તાલુકાના થવા ફડીયાના ધર્મેન્દ્રસીહ વસાવાના મકાનમાથી   પરેશ શાહને ઓપરેશન કરી મુકત કરાવેલ ત્યારે આરોપી રાજસી હાથીયા મેરએ પોલીસ ઉપર ગોળીબાર કરતા પોલીસે વળતો ગોળીબાર કરતા તેનુ મૃત્યુ નીપજેલું અને  ભાસ્કરને ગોંધી રાખી ભાસ્કરના પીતા પ્રભુદાસભાઈ નો ફોન ધ્વારા સંર્પક કરી ૨૦ કરોડની ખંડણી માગેલી જેમાથી ૩ કરોડ નકકી કરવામા આવેલી જેમાથી  દોઢ કરોડ  મેળવી ભાસ્કરના શરીર પરના ૧ લાખના દાગીના ની લુટ કરી દિલ્હીથી મુકત કરેલો અને  પરેશ અટકાયતમા હતો દરમીયાન તેના ભાઈ ચંદ્દેશ લીલાધર શાહનો ફોન ધ્વારા સંપર્ક કરી પીયા એક કરોડ ની ખંડણી મેળવેલી તે નાણાનો ત્રાસવાદી સંગઠન  જૈસ–એ મહમદ  ત્રાસવાદી સંગઠનના કમાન્ડર શેખ એહમદ ઓમાર રહે. લંડન (યુ.કે.) ને તેની ત્રાસવાદી પ્રવૃતી ભારતમા વ્યવસ્થીત ચલાવવા પૈસાની જરીયાત પડે તે માટે આફતાબ અંસારી પાસે થી એક લાખ ડોલર માગતા ખંડણીના પૈસા માથી આપવામા આવેલી   ભાસ્કર–પરેશને ઘેનની દવા પીવડાવી માર મારી ગોંધી રાખી વિશાલ માડમ–જામનગર, રાજેન્દ્ર અનડકટ–દુબઈ, ફઝલ–ઉર–રહેમાન–દુભાઈ, આફતાબ–દુબઈ, ભોગીલાલ દરજી–દુબઈ, નીતીન દરજી–દુબઈ, મહેલ તુષાર શાહ–લંડલ (યુ.કે.) ના અગાઉ થી ઘડાયેલા નેટવર્ક અને કાવતરાને અંતીમ અંજામ આપી એકબીજાને મદદગારી કરવા સબંધે માલવીયા નગરમા નોંધાયેલી ફરીયાદના કામે  પોલીસે તપાસના અંતે ઈ.પી.કો.કલમ–૩૬૪ (એ), ૩૯૫, ૩૪૨, ૩૪૪, ૩૯૫, ૩૯૭, ૧૨૦ (બી), ૧૨૧, ૧૨૧ (એ), ૧૨૨, ૧૨૪ (એ), ૩૪, ૧૧૪, ૧૮૮ તથા આર્મસ એકટ કલમ ૨૫ (૧) (એએ) તથા ફોરેનર્સ એકટ કલમ ૧૪ અન્વયે જે રીતે પકડતા ગયેલ તે રીતે મુખ્ય ચાર્જસીટ તથા ૮ સપ્લીમેન્ટરી ચાર્જસીટના કામે
આરોપીઓ (૧) ધમેન્દ્ર પસીહ વસાવા (૨) ઈનાયત દાઉદ પટેલ (૩) અમીશ ચંદ્રકાન્ત બુધ્ધદેવ (૪) મહેન્દ્રસીહ કિરીટસીહ ગોહીલ (૫) વિશાલ વલ્લ ભભાઈ માડમ (૬) કિશોર માધવજીભાઈ વેગડા (૭) દિગ્વીજયસીહ પરબતસીહ રાણા (૮) જીજ્ઞેશ ઉમેશભાઈ પાઉ (૯) મેહત્પલ ઉમેશભાઈ પાઉં (૧૦) રાજેન્દ્ર વજલાલ ઉનડકટ (૧૧) શૈલેષ મહેન્દ્રભાઈ પાબારી (૧૨) શૈલેન્દર અંતરસીંગ જોટ (૧૩) દિલીપ અમૃતભાઈ પટેલ (૧૪) રાજુ ઉર્ફે પમ કાન્તીભાઈ પોપટ (૧૫) સંજય ઉર્ફે રાજેશ રામચદ્રં જોટ (૧૯) પ્રદીપ ઉર્ફે ડો. અનારસીંગ જોટ (૧૭) સુરજપ્રકાશ ઉર્ફે રાજેશસાહેબસીહ જાટ (૧૮) હિતેશ હરભમભાઈ સીસોદીયા (૧૯) નીતીનકુમાર ઉર્ફે મહોમદનદીમ ભોગીલાલ ઉર્ફે સલીમ દરજી શેખ (૨૦) ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી (૨૧) બીજમોહન હનુમાનરાય શર્મા (૨૨) ફજલ રહેમાન ઉર્ફે ફજલું ઉર્ફે તનવીર ઉર્ફે અલી ઉર્ફે ડોકટર ઉર્ફે ચંદ્રમંડલ અબ્દુલ બસીર શેખ (૨૩) મહમદ સીદીક સમેજા (૨૪) ભાવીન કિરીટભાઈ વ્યાસ (૨૫) મહમદ ઉર્ફે ડેની હત્પસેનભાઈ હાલા (૨૯) આનદં ઘેલુભાઈ માડમ (૨૭) ઈરફાન અકીલભાઈ શેખ (૨૮) ઉસ્માનખાન ઈસ્માઈલખાન મુસ્લીમ (૨૯) તેજશ રાણાભાઈ ડેર (૩૦) ભલાભાઈ કચરાભાઈ નારીયા (૩૧) ક્રિનવ રમેશભાઈ ચૌધરી (૩૨) રાજુ ઉર્ફે રાજેશ વૃજલાલ ભીમજીયાણી (૩૩) મનોજ પ્રવીણભાઈ સંખાવરા (૩૪) આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અન્સારી (૩૫) જલાલુદીન ઉર્ફે રાણા ઉર્ફે ફાક મહોમદ સુલતાન (૩૯) ઈન્તીયાઝ નુરમહમદ નકરાણી (૩૭) દિપક નાગેશ્વર મંડલ (૩૮) સચીન વલ્લ ભભાઈ માડમ (૩૯) અજય ઉર્ફે ટેણી ગુણુભાઈ મા (૪૦) શાંતીલાલ ડાયાભાઈ વસાવા (૪૧) લેનીન ઉર્ફે પે અર્જુનભાઈ વસાવા (૪૨) દિનેશ ચતુરભાઈ વસાવા(૪૩) સવા દેવાયતભાઈ કાનગડ (૪૪) કિરીટ ઉર્ફે પપ્પુ સુખલાલ શુકલ (૪૫) મનોજ હરભમભાઈ સીસોદીયા (૪૯) જીજ્ઞેશ કિર્તીભાઈ શાહ (૪૭) ભુપત સામતભાઈ કનારા નાઓ વિધ્ધ ફરીયાદી પરેશ લીલાધર શાહે આપેલ ફરીયાદ ના તપાસના અંતે ચાર્જસીટો અદાલતમા રજુ કરવામાં આવેલ હતા. આરોપીઓ વિધ્ધ તબક્કા વાર ચાર્જસીટો રજુ કરવામા આવતા તેમ તેમ  કેસ કમીટ થતા ગયેલ જેમા પ્રથમ કેસ વર્ષ ૨૦૦૩માં  અને છેલ્લ ો કેસ વર્ષ૨૦૧૯ સુધી માં કુલ–૯ સેસન્સ કેસ નંબર રજીસ્ટર થયેલા જેને કોન્સોલીડેટ કરી તમામ કેસો સાથે કરવામા આવેલા બાદ   એડી. સેસન્સ જજ ડી.એસ.સીધ ની કોર્ટમા ટ્રાન્સફર કરવામા આવતા તા.૦૨૦૭૨૦૨૪ ના પુરાવો નોંધવાનુ શ કરી તા.૧૮૧૨૨૦૨૪ ના પુરાવો પુર્ણ કરી આરોપીઓનુ એફ.એસ. બાદ તમામ પક્ષેની દલીલો સાંભળી તા.૩૧૧૨૨૦૨૪ ના રોજ આખરી ચુકાદા માટે કેસ મુકરર કરવામા આવેલો
ઉપરોકત કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષેથી ૩૩૩ ચાર્જસીટના સાહેદો ઉપરાંત ૩૪ સાહેદોને ચાર્જસીટ થી બહારના એડીશ્નલ સાહેદો સરકાર તરફે થી તપાસવાના હોય જે એ રીતેના ૩૬૭ સાક્ષી માથી કુલ ૫૬ સાક્ષીઓને તપાસવામાં આવેલ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application