ભાઇબીજએ BRTS-સિટી બસમાં 30858 મહિલાઓએ નિ:શુલ્ક મુસાફરી કરી

  • November 06, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કાર્યરત સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો–મહિલાઓ માટે નિ:શુલ્ક રહેશે તે અંગેની જાહેરાત કરવામાં આવી હતી.દરમિયાન તા.૩–૧૧–૨૦૨૪ના રોજ ભાઇબીજ નિમિતે બંને બસ સેવામાં કુલ ૩૦,૮૫૮ મહિલાઓએ વિનામુલ્યે મુસાફરી કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની એસપીવી રાજકોટ રાજપથ લિ. દ્રારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાપાલિકા દ્રારા દર વર્ષની પરંપરા મુજબ તા.૩–૧૧–૨૦૨૪ને રવિવારના રોજ ભાઇબીજના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવા બહેનોમહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપેલ, જેમાં સિટી બસ સેવામાં કુલ ૨૧,૫૫૨ અને બીઆરટીએસ બસ સેવામાં કુલ ૯૩૦૬ મહિલાઓએ વિનામુલ્યે મુસાફરી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News