રાજકોટ જિલ્લામાં ૩૦૭૮ વિધાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ: આજે છેલ્લો દિવસ

  • April 22, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાઈટ ટુ એયુકેશન એકટ હેઠળ આજે બાળકોના એડમિશન કન્ફર્મ કરાવવાનો આજે અંતિમ દિવસ છે. રાજકોટ જિલ્લામાં ૭૪૮ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે યારે રાજકોટ શહેરમાં ૨૩૩૦ બાળકોને એડમિશન આપવામાં આવ્યું છે જે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે એમના વાલીઓએ જે તે સ્કૂલ ખાતે પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો રહેશે.

ગરીબ અને મધ્યવર્ગના બાળકોને ધોરણ એક વિનામૂલ્ય શિક્ષણ આપવાની આ યોજનામાં પ્રથમ રાઉન્ડની જાહેરાત થયા બાદ રાજકોટ જિલ્લામાં ૧૨,૦૦૦ જેટલી અરજીઓ આવી હતી જેમાંથી રાજકોટ શહેરમાંથી ૨૩૩૦ બાળકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૭૪૮ બાળકોને પ્રવેશ મળ્યો છે જે બાળકોને પ્રવેશ કન્ફર્મ થયો છે તેમણે જે સ્કૂલ ફાળવવામાં આવી છે તેવા વિધાર્થીઓએ આજ સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો છે.
એમાં જરી ડોકયુમેન્ટ સાથે પ્રવેશ લેવા માટે સૂચના આપવામાં આવી છે.
પ્રથમ રાઉન્ડ માટે આજે જે બાળકોના વાલીઓ પ્રવેશ કન્ફોર્મ નહીં કરે તેમના એડમિશન રદ કરી દેવામાં આવશે.
આગામી ટૂંક સમયમાં રાઇટ ટુ એયુકેશન એકટ હેઠળનો બીજો રાઉન્ડ જાહેર થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application