જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ ૩૦૩ શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર પડે છે. તેમાં શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓમાં ૨૧૯ જુના શિક્ષકો અને ૮૪ શિક્ષણ સહાયકની જગ્યાઓ ખાલી છે. જોકે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રારંભથી શિક્ષકોની ભરતી કરવામાં આવી હોય તો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય યોગ્ય શિક્ષકો પાસેથી મળી રહે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગત શૈક્ષણિક વર્ષમાં પણ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી નહી હોવાથી એક શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓએ શિક્ષકો વિના જ શિક્ષણ મેળવ્યું હતું. તેવી હાલત ચાલુ વર્ષે પણ થવા પામી છે. તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળા વેકેશનમાં શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી કરી નથી. જેને પરિણામે ચાલુ શૈક્ષણિક વર્ષ શરૂ થયાને ત્રણ માસ જેટલો સમય થઇ ગયો છે. તેમ છતાં શિક્ષકોની જગ્યાઓ ભરવામાં નહી આવતા જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ૩૦૩ જગ્યાઓ ખાલી રહેવા પામી છે. જેમાં જુના શિક્ષકોની ૨૧૯ ખાલી જગ્યાઓની સામે શિક્ષણ સહાયકની ૮૪ જગ્યાઓ ખાલી છે. તેમાં જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જુના શિક્ષકોની ૮૭ જગ્યાઓ,જ્યારે શિક્ષણ સહાયકની ૧૯ શિક્ષકો સાથે કુલ ૧૦૬ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તેજ રીતે ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ શિક્ષણ સહાયકની ૬૫ જગ્યાઓની સામે જુના શિક્ષકોની જગ્યાઓ ડબલ એટલે કે ૧૩૨ ખાલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech