કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં હાપા એપીએમસી ખાતે આવાસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રૂ.૨૯૯૩ કરોડના ખર્ચે રાજ્યના ૧,૩૧,૪૫૪ આવાસોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું: જરૂરિયાતમંદ લોકોના “ઘરનું ઘર”ના સ્વપ્નને વડાપ્રધાનશ્રીએ પૂર્ણ કર્યું : કેબિનેટમંત્રીશ્રી
જામનગર તા.૧૦ ફેબ્રુઆરી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૧,૩૧,૪૫૪ આવાસોનું રૂ.૨૯૯૩ કરોડના ખર્ચે ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ જામનગર જિલ્લાના ૩૦૧ લાભાર્થીઓને આવાસ પ્રદાન કરવામાં આવતા જામનગર તાલુકાના હાપા એપીએમસી ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ-સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, હર કિસી કા હોતા હે સપના, ઘર બને એક હમારા અપના.ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના આ સ્વપ્નને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂર્ણ કર્યું છે. ત્યારે આજે જામનગર જિલ્લાના ૩૦૧ જેટલા પરિવારોને પોતાનું ઘર મળ્યું છે.
ભારત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ પ્રદાન કરવાની પહેલ છે. જેના થકી અનેક લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કાર્યરત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે છેવાડાના ગામડામાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના માનવીને પણ પાકી છત આપી છે. જેના પરિણામે લોકોને ટાઢ, તાપ અને ચોમાસા સમયે પડતી મુશ્કેલી દૂર થઈ છે.ગામડાઓમાં હજુ એવા અનેક પરિવાર છે જેઓનું સ્વપ્ન છે પોતાનું ઘર હોય. અને પરિવારને માથે પાકી છત હોય. પરંતુ પીએમ આવાસ યોજના થકી લોકોના આ સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે અને ગામડાઓ ગોકુળિયા ધામ બની રહ્યા છે. સમાજના દરેક વર્ગ માટે સમાન અને આર્થિક દરરજો મળે તેવા આશય સાથે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
જે લોકો કાચા મકાનમાં રહેતા તે પરિવારોને આજે પાકું ઘર મળ્યું છે. જેમને પણ આવાસ યોજના થકી રહેવા માટે સુંદર ઘરની સુવિધા મળી છે તે દરેક પરિવારોને હું અભિનંદન પાઠવું છું.
ડીસા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈમોદીના વર્ચ્યુઅલ સંબોધન અને લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકો અને મહાનુભાવોએ નિહાળ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રતીકાત્મકરૂપે ચાવી અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં કલેકટરશ્રી બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિમલ ગઢવી, પ્રદેશ કારોબારી સદસ્યશ્રી વિનોદભાઈ ભંડેરી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દુધાગરા, અગ્રણીઓશ્રી કુમારપાળસિંહ રાણા, શ્રી મુકુંદભાઈ સભાયા, શ્રી ભરતભાઈ દલસાણીયા, જાડાના પૂર્વ ચેરમેનશ્રી દિલીપસિંહ ચુડાસમા, પ્રાંત અધિકારીશ્રી કાલરિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સરવૈયા, હાપા એપીએમસીના ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંકના એમડીશ્રી ધરમશીભાઇ ચનિયારા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિના સદસ્યો,હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો, લાભાર્થીઓ તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech