ચોટીલામાં સિધ્ધનાથ જિનિંગ મિલનાં ૩૦૦ શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા

  • August 21, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 ચોટીલા થાનગઢ રોડ ઉપર આવેલ સિધ્ધનાથ કોટેક્ષ નામની જિનિંગ મીલમાં કામ કરતા ૩૦૦ જેટલા મજુરો પગાર ચુકવવાની માંગ સાથે રોડ ઉપર ઉતરી આવતા મામલો બિચકયો હતો અને પોલીસ દોડી જતા સંચાલકો ગાયબ જણાતા પેઢી ઉઠા ની ચર્ચા એ જોર પકડયું છે
પ્રા માહિતી મુજબ થાનગઢ રોડ ઉપર સિધ્ધનાથ કોટેક્ષ પ્રા. લી નામની કોટન દોરા બનાવતી જીનીંગ ફેકટરીના સંચાલકો રાતોરાત પડેલ માલ અને વાહનો સહિત જતા રહ્યા હતા ત્યારે કામ કરતા ૩૦૦ જેટલા મજુરો રોડ ઉપર ઉતરી આવતા પોલીસ દોડી ગયેલ હતી.
સ્થળ ઉપરથી જાણવા માલ્યા મુજબ ફેકટરી એકાદ મહિનાથી બધં છે ૮૦૦ જેટલા કામદારો કામ કરતા હતા જેમા મોટાભાગનાં યુપી, એમપી, બિહાર, ઝારખડં અને સ્થાનિક હતા તેમાંથી જેઓને પગાર ચુકવાયો તેઓ થોડ દિવસ પૂર્વે જતા રહેલા અને બાકીનાઓને આજે ચૂકવવાનો વાયદો હતો પરંતુ તે પૂર્વે જ પેઢીના સંચાલકો રાત્રીના લોડર સહિત ચીજવસ્તુઓ લઇને જતા રહેલા અને તેઓનો ફોન પણ સ્વીચ ઓફ આવતા ના છુટકે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા
મજુરો ની વાત લોકોમાં પહોંચતા જે ખેડૂતોએ પોતાનો કપાસ આપેલો તેવા પંથકનાં અલગ અલગ ગામનાં ખેડૂતો મોટી સંખ્યામાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા જેઓની લાખો પિયા ની રકમ લેણી હોવાનું જણાવ્યું હતું. પોલીસે સમય સુચકતા વાપરી કોઇ અઘટીત ઘટના ના બને તે માટે મોટો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
મજુરોને છેલ્લ ા કેટલાક દિવસોથી કહેવાયું હતુ કે તમોને પગાર ના મળે ત્યાં સુધી અહીં રહો અને કેન્ટીંગમા જમવાનું છે પરંતું રાશન નથી હવે આજ સાંજ થી કેન્ટીંગમા જમવા નહીં મળે તેવું રસોયા એ જાહેર કરતા મજુરો રસ્તા પર ઉતરી આવ્યા હતા
મોટી સંખ્યામાં કામ કરતા પર પ્રાંતિયનું મજુરો પૈસાને કારણે ફસાયા હોવાનું જાણ થતા પ્રાંત અધિકારી કલ્પેશ શર્મા મામલતદાર વી એમ પટેલ પણ દોડી ગયા હતા અને મજુરોને જમવાની વ્યવસ્થા હાલ કરાવી સમગ્ર મામલા અંગે પોલીસને તપાસ અને તત્રં આ અંગે સંપુર્ણ કાયદાકીય કાર્યવાહી કરશે તેવું ડે. કલેકટરે જણાવ્યું છે
આ પેઢી કાચી પડેલ છે અને મોટી રકમનાં ચુકવણા બાકી છે અને ખેડૂતો અને વેપારી લોકો સાથે કરોડોની રકમનું ચીટીંગ કરેલ છે ત્યારે તેઓની વિધ્ધમાં મુખ્ય માલિક સહિતનાઓ સામે ફરિયાદીઓ પાસેથી વિગતો મેળવી ગુનો દાખલ કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે તેમ પીઆઈ આઇ બી. વલવીએ જણાવ્યું છે. લાખોનો કપાસ ખેડૂતોએ વહેચ્યો હોય આજનો નાણા ચુકવવાનો વાયદો કર્યા બાદ પેઢીને તાળા લાગતા દલાલો તેમજ મજૂરો અને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.
રાજકોટના પણ અનેક વેપારી દલાલો અને ખેડૂતો ફસાયા હોય તેઓ રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી એ પહોંચ્યાં હતા જીનીંગ માલિકો બંધુઓ દેશ છોડી નાસી છૂટશે તો ખેડૂતો અને વેપારીઓને લાગશે અંદાજે ૩૦૦ કરોડનો ચૂનો લાગવાની દહેશત વ્યકત કરી હોવાનું કહેવાય છે.
સૌરાષ્ટ્ર્રનાં જીનીંગ ઉધોગપતિઓમાં કરોડમાં પેઢી ઉઠીની ચર્ચા અને ફેકટરી ઉપર મજદુરો દયનીય પરિસ્થિતિમાં મુકાયા હોવાની વિગતો સાપડતા જીલ્લ ા પોલીસ વડા ચોટીલા દોડી આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application