મુખ્ય જલારામ મંદિરે યોજાયેલ કેમ્પનો ૩૦૦ દર્દીઓએ લીધો લાભ

  • May 06, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના મુખ્ય જલારામમંદિર ખાતે સર્વરોગ નિદાન સારવારના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સૌરાષ્ટ્રના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામબાપાની ‘અન્ન સેવા એ જ  પ્રભુ સેવા’ની ભાવનાને અનુસરી જ્યાં લગાતાર ભુખ્યાજનોની જઠરાગ્નિ ઠારવા માટે  અન્નક્ષેત્ર ચાલુ  છે. તેમજ અશકત લોકો માટે ટિફિન સેવા પણ ચાલુ છે. એવા પોરબંદર શહેર મધ્યે આવેલા શીતલાચોક વિસ્તારમાં આશરે પાસઠ વર્ષથી  પ્રતિષ્ઠિત તથા જલારામ સેવા મંડળ, પોરબંદર દ્વારા સંચાલિત એવા સેવાના પરમધામ સમા મુખ્યજલારામ મંદિર ખાતે શ્રી જલારમ સેવા મંડળના ઉપક્રમે એક સર્વરોગ નિદાન અને સારવારના મેગા કેમ્પનું આયોજન થયુ હતુ. જેમાં રોગની તપાસ માટે આવનાર દર્દીઓને તેમના રોગનું નિદાન તેમજ એ પછી સારવારના ભાગ‚પે પાંચ દિવસની જ‚રી દવા નિ:શુલ્ક આપવામાં આવી હતી. તેમજ જ‚રિયાતમંદ બહેનો માટે સેનેટરી પેડનું પણ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પમાં શહેરના તજજ્ઞ તબીબોએ પોતાની માનદ સેવા આપી હતી. જેમાં  એમ.ડી. ડો. સુરેશ ગાંધી,એમ.ડી. ડો. મહેશ દયાલાણી, એમ.એસ. ડો. અશોક ગોહેલ, સ્ત્રીરોગ નિષ્ણાંત  ડો. પારસ મજીઠીયા, દાંતના રોગોના નિષ્ણાંત ડો. પરાગ મજીઠીયા,  હાડકાના  રોગોના નિષ્ણાંત ડો. દિનેશ ભરાડ, ચામડીના રોગોના નિષ્ણાંત ડો. મોના પુરોહિત, બાળરોગ નિષ્ણાંત ડો. જય બદીયાણી, આંખના રોગોના નિષ્ણાંત ડો. યશસ્વિની  બદીયાણી, દાંતના રોગોના નિષ્ણાંત ડો. શિવમભાઇ તિવારી,  દાંતના રોગોના નિષ્ણાંત ડો. કરણભાઇ ઠકકર, જનરલ ફિઝીશ્યન ડો. કૃતિ રાડીયા, સરકારી આરોગ્ય વિભાગના ઘનશ્યામભાઇ મહેતા સામેલ હતા. તદઉપરાંત સંસ્થાના  પ્રમુખ ડો. અનિલ દેવાણીએ એક ડોકટર તરીકે પણ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી.
આ મેગા કેમ્પના  ઉદ્ઘાટન સમારોહમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા,પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા,લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર હિરલબા જાડેજા, મેડીકલ કોલેજના ડીન ડો. સુશીલકુમાર, સીનીયર તબીબ એમ.ડી. ડો. સુરેશભાઇ ગાંધી,  એમ.ડી. ડો. મહેશભાઇ દયાલાણી, એમ.એસ. ડો. અશોકભાઇ ગોહેલ, હાડકાના રોગોના નિષ્ણાંત ડો. દિનેશભાઇ ભરાડ, પી.સી. સી. બેન્કના ચેરમેન અનિલભાઇ કારીયા વગેરે ઉપસ્થિત રહી આ કેમ્પના આયોજનને આવકાર આપ્યો હતો.
કેમ્પના ઉદ્ઘાટન સમારોહ અવસરે સૌપ્રથમ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં પોતાનો જીવ ગુમાવનાર નિર્દોષ ભારતીય લોકો માટે એક મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. 
મુખ્ય સમારંભના પ્રારંભે સંસ્થાના પ્રમુખ ડો. અનિલભાઇ દેવાણીએ મહેમાનોને શબ્દોથી આવકાર્યા હતા. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ હતુ અને એ પછી મંચસ્થ તમામ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યુ હતુ. મહેમાનો દ્વારા  અપાયેલા પ્રાસંગિક ઉદ્બોધનમાં ડો. સુશીલકુમારજીએ આ સેવાયજ્ઞને બિરદાવ્યો હતો. તેમજ ડો. મહેશ દયાલાણી દ્વારા આ કેમ્પના સમગ્ર આયોજનને મુકત કંઠે બિરદાવવામાં આવ્યુ હતુ. કાર્યક્રમના અંતે ટ્રસ્ટી અનિલભાઇ કારીયાએ ઉપસ્થિત સર્વે મહેમાનો અને આ કેમ્પમાં પોતાની માનદ સેવા આપવા બદલ તમામ તબીબોનો આભાર માનવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સુચા‚ સંચાલન હરીશભાઇ થાનકીએ કર્યુ હતુ.
આ પ્રસંગે સાગરભાઇ મોદી, જીજ્ઞેશભાઇ કારીયા, સરજુભાઇ કારીયા, અનીલભાઇ કારીયા, પ્રદીપભાઇ મોનાણી, મુકેશભાઇ ઠકકર, સુભાષભાઇ ઠકકર, યશભાઇ બુધ્ધદેવ, ઉત્સવભાઇઠકરાર, ભરતભાઇ રાજાણી, રાજેશ બુધ્ધદેવ, લાખણશી ગોરાણીયા, હરીશભાઇગોહેલ, ભરતભાઇ મોદી, સાહિલભાઇ મોદી, રાજભાઇ  રાયુચરા,ભરતભાઇ રાયચુરા, દિલીપભાઇ ગાજરા, હર્ષદભાઇ ગાજરા, ઝંકારભાઇ ગાજરા, ચિરાગભાઇ ગાજરા, દિનેશભાઇ ઠકરાર, આકાશભાઇ વિઠ્ઠલાણી, અમિતભાઇ કોટેચા, દિનેશભાઇ કોઠારી, નિલેશભાઇ કકકડ, રામભાઇગરચર, રાજેશભાઇ રામાણી, દીપ્તીબેન મોતીવરસ, અનિલભાઇ અમલાણી, રાજુભાઇ અમલાણી, મૌલિકભાઇ અમલાણી, ડો. ધવલભાઇ ઠકકર, ઇલાબેન ઠકકર, રમેશભાઇ મોનાણી, નરેશભાઇ માખેચા, વિજયભાઇ બુધ્ધદેવ, મિહિરભાઇ દેવાણી, અતુલભાઇ કારીયા, બીરાજભાઇ કોટેચા, કમલભાઇ રાયઠઠ્ઠા, પ્રેમશંકરભાઇ  જોશી, પંકજભાઇ ચંદારાણા, દિનેશભાઇ ચંદારાણા, બીપીનભાઇ કોટેચા, ડો. અરવિંદભાઇ ગઢીયા, કનુભાઇ સોની, સમીરભાઇ દેવાણી, હરીશભાઇ ઠકરાર (ખાંભોદરવાળા) ચિરાગભાઇ ઠકરાર વગેરે મિત્રોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.
સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવિકભાઇ દેવાણીએ આ કેમ્પના સમાપન વખતે સારવાર માટે આવેલા દર્દી મિત્રો પ્રત્યે આભારની લાગણી દર્શાવતા જણાવ્યુ હતુ કે આ મેડિકલ કેમ્પમાં આશરે ૩૦૦ જેટલા દર્દીઓના રોગોનું નિદાન કરી સારવાર આપવામાં આવી હતી જે આ સદકાર્યની સફળતા હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application