વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૬ની તડામાર તૈયારીઓ અત્યારથી શ થઈ ચૂકી છે.ગાંધીનગર ને દુલ્હનની જેમ શણગારવા માટે ૩૦૦ કરોડના ખાસ બ્યુટીફિકેશન પ્રોજેકટ હાથ ધરવામાં આવશે.
આ માટે ગાંધીનગર મહાનગરપાલિકા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ને ૨૮૦.૮૫ કરોડની ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત મોકલશે. ગત સમિટ પહેલા પણ વિશિષ્ટ્ર ઓળખ અને બ્યુટીફિકેશનના કામો હાથ ધરવામાં આવ્યા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્રારા આ માટે આઇકોનિક રોડ અને સ્ટ્રીટ ડેવલપમેન્ટના ખાસ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે. જોકે, આ તમામ કામો સરકારની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્રારા આ દરખાસ્તને મંજૂરી આપવામાંથી આવી છે. ગાંધીનગર શહેરના સૌથી વધુ વિકસી રહેલા વિસ્તાર કુડાસણમાં મહાનગરપાલિકા દ્રારા સ્ટ્રીટ ડેવલપમેન્ટનો પ્રોજેકટ હાથ ધરાયો છે. રીલાયન્સ ચાર રસ્તાથી કંસાર ચાર રસ્તા સુધીના માર્ગ પર આ કામગીરી ૧૯.૬૦ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે. આ તમામ કામગીરી પણ સરકારની ગ્રાન્ટમાંથી કરાશે.
બ્રિજથી બાયપાસ રોડનું ૭૬.૭૫ કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે.વાઇબ્રન્ટ સમિટ દરમિયાન દેશ વિદેશના મહાનુભાવો ગાંધીનગરની મુલાકાત લેતા હોય છે જેથી ગાંધીનગરને વૈશ્વિક ઓળખ તો મળી છે સાથે વૈશ્વિક કક્ષાની સુવિધા ઉભી થાય અને અહીં આવતા વિદેશી મહાનુભાવો શહેરની સારી છાપ લઇને જાય તે માટે વીવીઆઇપી મૂવમેન્ટ ધરાવતા વિસ્તારોમાં બ્યુટીફિકેશન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા તૈયાર કરવામાં આવેલા એકશન પ્લાન મુજબ રક્ષાશકિત ચોક (ધોળેશ્વર બ્રિજ સુધીમાં બાયપાસ રોડનું અને પબ્લિક યુટીલીટીના કામો ૭૬.૭૫ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. કુલ ખર્ચ પૈકી ૬૯.૭૫ પિયાની ગ્રાન્ટ મેળવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે.વીવીઆઈપી મૂવમેન્ટ ધરાવતા રોડ પર ૧૩૮કરોડના ખર્ચે સ્ટ્રીટ ડેવલપમેન્ટ રોડ ન.ં ૫ને ૬૫ કરોડના ખર્ચે આઇકોનિક બનાવાશે.
પ્લાન પ્રમાણે વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવતા મહાનુભાવો એરપોર્ટથી ગાંધીનગર આવતા લાયઓવર હોય છે. આથી આ વીવીઆઇપી મૂવમેન્ટ ધરાવતા રોડ માટે પણ ખાસ પ્લાન તૈયાર ધોળાકુવા સર્કલ) કરાયો છે. જે મુજબ ઇન્દિરાબ્રિજથી કોબા અને કોબાથી તપોવન સર્કલ સુધીના માર્ગ મહાદેવ પર ૧૩૮ કરોડ પિયાના ખર્ચે સ્ટ્રીટ ડેવલપમેન્ટ થશે. સાથે રક્ષાશકિત લાયઓવર ગાંધીનગર નીચેની ખુલ્લ ી જગ્યામાં પણ યુટીલિટીના કામો કરાશે. આ કુલ ખર્ચ પૈકી ૧૨૬ કરોડ ડેવલપમેન્ટ સરકાર પાસેથી મેળવાશે.
આ સિવાય ગાંધીનગર મહાનગરપાલિકા દ્રારા રાજભવન– સર્કિટ હાઉસથી મહાત્મા મંદિર ખ–૫ સુધીનો રોડ ન.ં ૫ને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ફટપાથ, સાયકલ ટ્રેક, રોડ ફર્નીચર, સાઇનેજ, લેન્ડ સ્કેપીંગ અને લાઇટીંગ કરવામાં આવશે. આ પ્રોજેકટ પાછળ ૬૫.૫૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જે તમામ ખર્ચ સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વપે મેળવાશે.
આગામી જાન્યુઆરી ૨૦૨૬માં યોજાનાર વાઇબ્રન્ટ સમિટને લઇને ગાંધીનગર શહેરને સજાવવા માટે અત્યારથી જ તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. આ માટે મહાનગરપાલિકા દ્રારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વીવીઆઇપી મૂવમેન્ટ ધરાવતા વિવિધ માર્ગેાને આઇકોનિક બનાવવા, સ્ટ્રીટ ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન સહિતના ૩૦૦ કરોડ પિયાના કામો હાથ ધરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહૈદરાબાદે IPLમાં બીજો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, પંજાબને 8 વિકેટે હરાવ્યું
April 12, 2025 11:34 PMLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMUS ટેક કંપનીઓને રાહત, ટ્રમ્પે સ્માર્ટફોન, કમ્પ્યુટર્સને રેસિપ્રોકલ ટેરિફમાંથી આપી છૂટ
April 12, 2025 09:15 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech