ભારતમાં અડધા ઇન્ટરનેટ યુઝર્સ એઆઈનો ઉપયોગ કરે છે. આમાંથી, ૩૦ ટકા લોકો ચાઇનીઝ એઆઈ પ્લેટફોર્મ ડીપસીક તરફ વળ્યા છે. સર્વે ફર્મ લોકલસર્કલ્સના મતે, ચેટજીપીટી હજુ પણ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું એઆઈ પ્લેટફોર્મ છે પરંતુ ઘણા લોકો ડીપસીક તરફ વળી ગયા છે. ફકત ૧૮ ટકા લોકોને એઆઈ તરફથી મળેલી માહિતી ખોટી લાગી. એઆઈનો ઉપયોગ કરતા ૬૬ ટકા લોકો તેનો ઉપયોગ માહિતી માટે કરે છે, યારે ૨૫ ટકા લોકો તેનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરે છે. સર્વે દરમિયાન, ૯૨,૦૦૦ લોકોએ પ્રતિભાવ આપ્યો અને આ સર્વે દેશના ૩૦૯ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો હતો.
આ અંગે ૧૫,૪૫૭ પ્રતિભાવો પ્રા થયા હતા. આમાંથી, ૫ ટકા અચોક્કસ હતા, ૮ ટકા ખૂબ જ સચોટ હતા, ૯ ટકા મોટે ભાગે અચોક્કસ હતા, ૯ ટકા તદ્દન અચોક્કસ હતા, ૨૦ ટકા મોટે ભાગે સચોટ હતા, અને ૪૯ ટકા કંઈક અંશે સચોટ હતા.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ના ઉપયોગ અંગે વધતી જતી ચર્ચાઓ વચ્ચે, નાણા મંત્રાલયે તેના અધિકારીઓને ઓફિસ કમ્પ્યુટર્સ અને અન્ય ઉપકરણો પર ચેટ જીપીટી અને ડીપસીક જેવા એઆઈ ટૂલ્સ અને એપ્સ ડાઉનલોડ ન કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારી ડેટા અને દસ્તાવેજોની ગુતા સાથે સંકળાયેલા જોખમને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
મંત્રાલયે ગયા મહિને તેના તમામ વિભાગોને મોકલેલા સંદેશમાં કહ્યું હતું કે ઓફિસ કોમ્પ્યુટર અને ફોન ઉપકરણોમાં એઆઈ ટૂલ્સ અને એઆઈ એપ્સનો ઉપયોગ ટાળવો જોઈએ. ૨૯ જાન્યુઆરીના રોજ એક નિવેદનમાં, ખર્ચ વિભાગે જણાવ્યું હતું કે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે ઓફિસ કમ્પ્યુટર્સ અને ઉપકરણોમાં એઆઈ ટૂલ્સ અને જીપીટી અને ડીપસીક જેવા એઆઈ એપ્સનો ઉપયોગ સરકારી ડેટા અને દસ્તાવેજોની ગુતા માટે જોખમ ઊભું કરે છે. ભારત સરકારે આ પગલું એવા સમયે લીધું છે યારે ઓસ્ટ્રેલિયા અને ઇટાલી જેવા દેશોએ ગોપનીયતા અને ડેટા સુરક્ષાની ચિંતાઓને કારણે ચીની એઆઈ કંપની ડીપસીકથી તેમની સત્તાવાર સિસ્ટમોને સુરક્ષિત રાખવાની જાહેરાત કરી છે. ગયા અઠવાડિયે ડીપસીકે તેનું સસ્તું એઆઈ ટૂલ આર–૧ રજૂ કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કયુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech