જામનગરમાં આજે વધુ ૩૦ ફોર્મ ઉપડ્યા

  • April 16, 2024 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ ફોર્મ ભરાયા: ત્રણેય કોંગી ઉમેદવારના...


લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગત શુક્રવાર થી ઉમેદવારીપત્રો રજુ કરવાનો પ્રારંભ થયો છે. જામનગરમાં પ્રથમ દિવસે પ૭ ફોર્મ લઈ જવામાં આવ્યા હતાં જયારે આજે ૩૦ ફોર્મ લઈ જવાયા હતા. આજે ત્રણ  ઉમેદવારીપત્ર રજુ થયા છે.જેમાં કોંગ્રેસ નાં ઉમેદવાર નો સમાવેશ થાય છે.


લોકસભા ની સામાન્ય ચૂંટણી માંટે શુક્રવાર થી જાહેરનામુ પ્રસિદ્ધ થતા જ  ઉમેદવારી પત્રો ભરાવવા નો પ્રારંભ થયો હતો. જામનગર બેઠક માટે ગત શુક્રવારે પ્રથમ દિવસે પ૭ ફોર્મ ઉપડ્યા હતાં. જો કે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. એ પછી શનિવાર આને રવિવાર ની રજા હતી.જ્યારે આજે સોમવારે ૩૦ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતાં. તેમાં થી ત્રણ ઉમેદવારી પત્રો આજે રજૂ થયા હતા જે ત્રણેય કોંગ્રેસ નાં ઉમેદવાર જે પી મારવિયા દ્વારા રજુ થયા છે. આમ આજે સાંજ સુધી મા કુલ ૮૭ ફોર્મ ઉપડ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application