30 કરોડનો પગાર અને કામ માત્ર લાઇટ ચાલુ રાખવાનું, છતાં નોકરી માટે ના પાડે છે લોકો

  • August 31, 2024 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કરોડોનો વાર્ષિક પગાર, બોસ તરફથી કોઈ પ્રતિબંધ નહી અને કોઈ ટેન્શન પણ નહીં. જો કોઈને પણ આવી નોકરીની ઓફર કરવામાં આવે તો તે તરત જ હા પાડી દેશે. દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે આવી નોકરી કરવા માંગતો ન હોય અને તે પણ કરોડોના પગાર સાથે. પરંતુ એક નોકરી એવી પણ છે જે આ બધી સગવડો પૂરી પાડે છે, છતાં લોકોને તે નોકરી નથી જોઈતી. વાંચ્યા પછી મનમાં પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે કે એવી કઈ નોકરી છે? વાત છે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા બંદરના ફારોસ નામના ટાપુ પર સ્થિત એલેક્ઝાન્ડ્રિયાના લાઇટહાઉસના કીપરની નોકરી વિશે. આ દીવાદાંડીનું નામ પણ ‘ધ ફેરોસ ઓફ એલેક્ઝાન્ડ્રિયા’ છે. આ નોકરી માટે વાર્ષિક પગાર 30 કરોડ રૂપિયા છે.


લાઇટહાઉસ કીપરનું એકમાત્ર કામ આ લાઇટહાઉસની લાઇટ પર નજર રાખવાનું છે અને તેની લાઇટ ક્યારેય બંધ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. દિવસભર તે ગમે તે કામ કરી શકે છે, બસ આ દીવાદાંડીની લાઈટ હંમેશા ચાલુ રહેવી જોઈ.


આટલો પગાર અને તે પણ કોઈ પ્રતિબંધ વિના, આવી નોકરી કોને ન ગમે? પરંતુ હજુ પણ લોકો આ દીવાદાંડીના કીપરની નોકરી ઇચ્છતા નથી. વાસ્તવમાં આ નોકરીને દુનિયાની સૌથી મુશ્કેલ નોકરી માનવામાં આવે છે. કેમકે લાઇટહાઉસ કીપરે હંમેશા એકલા રહેવું પડે છે. અહીં તેની સાથે કોઈ રહેતું નથી અને ન તો તે દૂર સુધી કોઈ માણસ પણ નથી દેખાતા. દરિયાની વચ્ચોવચ આવેલ દીવાદાંડીને ઘણા દરિયાઈ તોફાનોનો સામનો કરવો પડે છે. ઘણીવાર દરિયાઈ મોજા એટલા ઊંચા ઉછળે કે તે આખી દીવાદાંડીને જ આવરી લે છે ત્યારે જીવનું જોખમ પણ રહે છે.


આ દીવાદાંડીના કીપરની નોકરી વિશે વાંચીને મનમાં પ્રશ્ન ઉદ્ભવે તે સ્વાભાવિક છે કે લાઇટ હંમેશા ચાલુ રાખવી જરૂરી કેમ છે? વાસ્તવમાં આ લાઇટહાઉસ દરિયામાંથી પસાર થતી બોટ/જહાજો સાથે અંધારામાં કોઈ અકસ્માત ન થાય તેના માટે બનાવવામાં આવ્યું હતું અને તેથી જ તેની લાઇટ હંમેશા ચાલુ રાખવી જરૂરી છે. એલેક્ઝાન્ડ્રિયાનું લાઇટહાઉસ વિશ્વનું પ્રથમ લાઇટહાઉસ હતું. આ પછી તેને જોઇને અન્ય લાઇટહાઉસ બનાવવામાં આવ્યા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application